હવામાં ચાલુ વિમાનમાંથી ત્રણ અફઘાની નાગરીકો પડવાના દ્રશ્યો તમે જોયા જ હશે. હાલ અફઘાનીસ્તાનના (Afghanistan Airports) દરેક એરપોર્ટસ્ પર ભારે તણાવ અને અસમંજસની (Chaos on Afghanistan’s Airports) સ્થિતી જોવા મળી રહી છે. સ્થિતી એટલી બધી વણસી ગઇ છે કે લોકો પ્લેનમાં જ્યાં જગ્યા દેખાય ત્યાં કોઇ પણ રીતે જીવનું જોખમ લઇને પોતાનો દેશ છોડવા માંગે છે. આવા જ પ્રયાસમાં ત્રણ નાગરીકો પ્લેનના ટેક-ઓફ વ્હીલની જગ્યામાં કોઇક રીતે ઘૂસી ગયા અને પ્લેન આશરે 2000 ફુટની ઊંચાઇએ પહોંચ્યુ ત્યારે હવાના ઊચ્ચ દબાણને કારણે ત્રણેય નાગરીકો નીચે પડી ગયા.
15-ઓગસ્ટે ભારત જ્યારે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે, ભારતના (India) પાડોશી દેશ (Pakistan)ના પાડોશી અફઘાનિસ્તાનમાં (Afghanistan) રાજધાની કાબુલ (Kabul) સહિત મોટાભાગના દેશ પર તાલીબાને (Taliban) કબજો કરી લીધો છે. તાલીબાન પોતાનું શાસન સ્થાપવા માટે 20 વર્ષથી લડી રહ્યું છે. જાણીએ…. કોણ છે તાલીબાન? શું છે તાલીબાન અને અફઘાનીસ્તાન સરકારની લડાઇ?, અફઘાનીસ્તાનમાં અમેરીકાનું સૈન્ય શું કામ હતું? અન્ય દેશોને શું અસર થશે? શું છે તાલીબાનનો એજન્ડા? હવે આગળ શું? શું છે તાલીબાનનો એજન્ડા ? તેઓને સત્તા શેના માટે જોઇએ છે?
ઇસ્લામીક (Islamic Language) ભાષા પશ્તોમાં મદરેસાના વિદ્યાર્થીને તાલીબાની (Talibani) કહેવામાં આવે છે. તાલીબાનીઓનો મુખ્ય હેતું અફઘાનીસ્તાનને ”ઇસ્લામીક અમીરાત ઓફ અફઘાનીસ્તાન” (Islamic Emirates of Afghanistan) બનાવવાનો છે. 90ના દાયકામાં તાલીબાનીઓનો હેતુ અસ્થિર થયેલા અફઘાનીસ્તાનને (Mujhahididin) મુઝાહીદ્દીનોના અત્યાચાર, ત્રાસ અને ભ્રષ્ટ્રાચારથી મુક્તી અપાવવાનો હતો. 1990ના દાયકામાં અફઘાની નાગરીકો મુઝાહીદ્દીનોથી ત્રાસી ગયા હતા અને તેઓને તાલીબાનમાં આશાની કીરણ દેખાતી હતી. 1992માં પ્રથમ વાર તાલીબાન મુઝાહીદ્દીન સંગઠનો સાથે લડ્યું અને જીત્યું. બાદ માં 90 ટકા અફઘાનીસ્તાન પર કબજો જમાવી લીધો. ત્યાર બાદ 2001 બાદ અમેરીકા અને NATO (The North Atlantic Treaty Organization) ના સૈન્યના આક્રમણને લીધે 20 વર્ષ સત્તાથી દુર રહ્યા બાદ હવે અમેરીકન સૈન્યની ગેરહાજરીમાં ફરીથી શાસન સ્થાપિત કરવાનો એજન્ડા છે.
અફઘાનિસ્તાનની આ સ્થિતી માટે જવાબદાર કોણ? અફઘાનિસ્તાનની આ હાલત શા કારણે થઇ? શું છે ઇતિહાસ?
અમેરીકાનો લગભગ 60 લાખનો કરોડનો ખર્ચ, લગભગ 2100થી વધુ અમેરીકન સૈનિકોની શહીદી (American Force in Afghanistan), અને અસંખ્ય અફધાની અને તાલીબાનીઓના મૃત્યુ પછી પણ અફઘાનીસ્તાનની આ હાલત? 1980થી ચાલતી લડાઇ વધારે ઘેરી 11 સપ્ટેમ્બર 2001 (9/11 Attack on USA) પછી બની. આ દીવસે 19 આંતકવાદીઓેએ અમેરીકાના 4 વિમાનોનું અપહરણ કર્યું. જેમાંથી બે વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Center) સાથે ટકરાવવામાં આવ્યા, 1 વિમાન પેન્ટાગોન (Pentagon) માં અને 1 વિમાન અજાણી જગ્યા એ ક્રેશ કરવામાં આવ્યું. તે સમયે અફઘાનીસ્તાનમાં તાલીબાનનું શાસન હતું અને અલકાયાદા અને તાલીબાન વચ્ચેના ગાઢ સંબધો જગજાહેર હતા. આ હુમલા પાછળ ઓસામા બિન લાદેન (Osama bin Laden) અને તેના સંગઠન અલ કાયદાનો હાથ હતો. બસ, તે ઘડીથી અમેરીકા ઓસામા બિન લાદેનનું લોહી તરસ્યુ બન્યું. ઓસામા બિન લાદેન અફઘાનીસ્તાનમાં છુપાયો છે તેવી અમેરીકા ને ખબર પડતા તે અફધાનીસ્તાન પર ટુટી પડ્યું, અને તાલીબાનને તેહેસ નેહેસ કરી નાંખ્યું. તે સમયે અફઘાનિસ્તાનમાં તાલીબાનનું સાશન હતું.
ત્યાર બાદ ઓક્ટોબર 2001માં અમેરીકા અને NATO (North Atlantic Treaty Organization)એ મળી અફઘાનીસ્તાન માંથી માત્ર 3 મહીનામાં તાલીબાની સાશનનો અંત લાવી દીધો અને અમેરીકાના નેતૃત્વ હેઠળના હુમલામાં બચી ગયેલા અલકાયદા અને તાલીબાનના નેતાઓ પાકીસ્તાનામાં ક્વેટા શહેરમાં ભાગી ગયાં. ત્યાર બાદ લગભગ 20 વર્ષ અમેરીકી સૈન્ય અફઘાનીસ્તાનમાં રહ્યું અને તાલીબાનને લડત આપતું રહ્યું.
અફઘાનિસ્તાનની હાલની સ્થિતી?
અમેરીકામાં જો બાઇડેનની સરકાર આવ્યા બાદ મે-2021થી અમેરીકા અને NATO દેશોએ અફધાનીસ્તાન માંથી પોતાની સૈન્ય પાછુ ખેંચવાનું શરું કર્યું અને ઇતીહાસનું પુનરાવર્તન થવાનું શરું થયું. અમેરીકા અને નાટોની સેના પરત ફરતાની સાથે જ તાલિબાને કંઘ્હાર, હેરાત, કાબુલ સહીત 25 પ્રાંતો પર કબજો કરી લીધો અને તેઓ વધુ આગળ વધી રહ્યા છે. જેને કારણે અફઘાનીસ્તાનમાં હાલની પરીસ્થિતી સર્જાઇ છે. જેને લીધે ત્યાંના નાગરીકો જીવના જોખમે પણ દેશ છોડવા મજબુર બન્યા છે.
અફઘાનિસ્તાનની સ્થિતી થી આપણે શું? અન્ય દેશો પર શું પ્રભાવ પડશે?
અહિંયા જાણી લઇએ કે તાલીબાનનો ઉદ્દેશ્ય માત્ર અફઘાનીસ્તાન પર પોતાની સત્તા સ્થાપિત કરવાનો છે. પણ તાલીબાનની વિવાદીત અમાનવીય નીતીઓ અને તેની નીયતને લીધે પાડોશી દેશો સિવાય દુનિયાના અનેક દેશોને મુશ્કેલી પડી શકે છે. ઉ.દા તરીકે, અમેરીકા પર થયેલો 9/11ના હુમલો તાલીબાની શાસન હેઠળ જ થયો હતો.
- આ બધા વચ્ચે જો સંપૂર્ણ અફઘાનિસ્તાનમાં તાલીબાની શાસન થઇ જશે તો પાકિસ્તાનમાં આવતા શરણાર્થીઓ વધી જશે. અફઘાની લોકો પહેલેથી દેશની આ સ્થિતી માટે પાકીસ્તાનને જવાબદાર માની રહ્યાં છે.
- તાલીબાની આંતકવાદ પાકીસ્તાની પ્રેરીત હોવાનું વખતોવખત કહેવાતું રહ્યું છે કારણકે ઓસામા બીન લાદેન સહિતના ઘણા અલકાયદાના નેતાઓનો આશરો પાકીસ્તાન રહી ચુક્યુ છે.
- અફઘાનીસ્તાન અને ત્યાંના લોકો ત્યાંની પરીસ્યીતી માટે પાકીસ્તાનને જવાબદાર માનતા હતા તેને કારણે ત્યાંની અશરફ ગની ની સરકાર સાથે ભારત સરકાર ના સંબધો સુમેળ ભર્યા હતા. હવે જો ત્યાં તાલીબાની શાસન સ્થપાય તો તેનો ઝુકાવ સ્વભાવિક રીતે પાકીસ્તાન તરફી રહેશે જેને કારણે જે કૂટનીતીક દબાવ અત્યાર સુધી પાકીસ્તાન પર હતો તે હવે ભારત પર આવશે.
- તાલીબાન જો પાકીસ્તાનના નિયંત્રણમાં નહી રહ્યું તો પાકીસ્તાનની જમીનનો ઊપયોગ આંતકવાદી પ્રવૃતિઓ માટે વધી જશે જેનાથી ભારત પહેલેથી જ ત્રાહીમામ છે.
- તાલીબાનના અલકાયદા સાથે ના ગાઢ સંબધ દુનીયાભરના દેશો માટે ખતરાની ધંટી સાબીત થશે.
- બીજી બાજુ ચીનમાં વર્ષોથી વિવાદીત રહેલા ઉઇગર મુસ્લીમ સંગઠનો સક્રીય થશે અને ત્યાંની સ્થિતી પણ વણસી શકે છે.