લાખો કરોડો લોકો આ વાત પર ચોક્કસ મૂંઝવણમાં પડી જાય છે કે ખરેખર સાહસિક કોને કહેવાય? સંસાર છોડવાનો નિર્ણય કરીને પછી તમામ પ્રકારનાં સુખ, સુવિધા,પદ, પૈસામાં મહાલવાવાળા લોકો કે પછી સંસારમાં રહી પૂરી ઈમાનદારીથી પોતાની જવાબદારી નિભાવવાવાળા લોકો.સામાન્ય માણસની સામે કાયદાનો પાવર બતાવનાર અધિકારીઓનું સાહસ નેતાઓ કે રૂપિયાવાળા લોકોની સામે જોવા નથી મળતું. શાંત રહેવું,ગુસ્સો ન કરવો, નિયમોનું પાલન કરવું આ કાર્યમાં વધુ સાહસની જરૂર પડે કે પછી,મારામારી, ગાળાગાળી કરવામાં? નફરત કરવામાં વધુ સાહસની જરૂર પડે કે પ્રેમ કરવામાં? બીજાની ખામીઓ જોવામાં કે પોતાની ખામીઓને દૂર કરવામાં? આટલી બધી સુખ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં ઉચ્ચ શિક્ષણ મેળવી લીધા પછી પણ મનુષ્યને વર્તન અને વ્યવહારની સાદી સમજણ પણ ન હોય તો કહેવાતી આધુનિકતા શું કામની? સામાન્ય માણસ જે જીવનની આશા અપેક્ષા રાખે છે તે ફક્ત ફિલ્મોમાં જ જોવા મળે છે અને લોકો હજુ સમજતા નથી કે ફિલ્મો હકીકત નથી હોતી.
સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.