Kitchen | Recipe

બેચલર્સના કિચનમાં શું હોવું જોઈએ?

બેચલર્સ બહાર રહેતાં હોય ત્યારે ઘણી વાર તેઓ પોતાની ખાણીપીણી પર ધ્યાન આપતાં નથી જેની અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. બેચલર્સ ઝટપટ જાતે જ ખાવાનું કઈ રીતે બનાવી શકે?
રેડીમેડ દેશી મસાલા પાઉડર
રેડીમેડ મસાલાના નાના પેકેટ્‌સથી ફુડ ટેસ્ટી બનશે અને સમય બચશે. ગાર્લિક-જીંજર, મિન્ટ પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું, કસૂર મેથી, ચાટ મસાલો, ઓનિયન પાઉડર કે મિકસ વેજ મસાલા જરૂરત મુજબ રાખી એનો ઉપયોગ કરો.
વિદેશી મસાલા
વેસ્ટર્ન ફુડ પસંદ હોય તો સેન્ડવિચ મસાલો, તંદુરી મસાલો, પિત્ઝા – પાસ્તા, ફ્રેન્કી મસાલો અને નુડલ્સ માટે ચાઇનિસ મસાલો રાખો. તમે આ બધા મસાલા ઓનલાઇન મંગાવી શકો છો.

રેડી ટુ મિકસ ગ્રેવી
બજારમાં રેડી ટુ મેક ગ્રેવીઝ મળે છે. કોફતા, રાજમા, છોલે, મટર-પનીર ગ્રેવી અને નોનવેજ ગ્રેવી પણ મળે છે. એમાં બધાં મસાલા હોય છે. ગ્રેવીને માત્ર ઉકાળવાની જ હોય છે. તમે તમારા સ્વાદ મુજબ મીઠું કે અન્ય મસાલા ઉમેરી શકો.
રેડી ટુ મિકસ પેકેટ
ઝટપટ નાસ્તો તૈયાર કરવા માટે ડ્રાય રેડી ટુ મિકસ પેકેટ માર્કેટમાં મળે છે. ઉપમા, બટાકાપૈાંઆ, ઇડલી, ઢોકળા, લોચો જેવા તૈયાર પેકેટમાંથી તમે તરત જ નાસ્તો બનાવી શકો છો. તમારે અંદર કોઈ સામગ્રી પણ એડ કરવી પડતી નથી.

સીઝનિંગ
સીઝનિંગમાં મસાલા સાથે મીઠું હોય છે એટલે વાનગી જલદી અને સ્વાદિષ્ટ બને છે. ચાઇનીઝ ફુડ માટે ચાઇનીઝ સીઝનિંગ, ઇટાલિયન ફુડ માટે ઇટાલિયન સીઝનિંગ, મેકિસકન – થાઇ માટે મેકિસકન – થાઇ સીઝનિંગનો ઉપયોગ કરી શકાય. બ્રેડ, ચપાતી, પરાઠા પર પણ સિઝનિંગ એડ કરી શકાય. એને સ્વાદાનુસાર વાનગીમાં એડ કરો.
રેડી ટુ મેક વેજીટેબલ્સ
આ શાકભાજી બરાબર સાફ અને સમારેલાં હોય છે. એનાથી શાકભાજી ધોવા અને સમારવાનો સમય બચી જાય છે. મટર અને કોર્ન ફ્રોઝન પણ મળે છે. તમારે માત્ર એમાં મસાલો કરીને બનાવવાનાં હોય છે.
રેડીમેડ સોસ અને વિનેગર
ટોમેટો સોસ, સોયા સોસ, સ્પાઇસી સોસ, સ્વીટ બીન સોસ, સાવર સોસ, સેઝવાન સોસનો ઉપયોગ રોટી, બ્રેડ કે પરોઠા સાથે કરી શકાય. અલગ અલગ પ્રકારના વિનેગર પણ વાનગીને સ્વાદિષ્ટ બનાવે છે.

ચીઝ – મેયોનીઝ
ચીઝ કયુબ્સ, ચીઝ સ્લાઇસ, ચીઝ સ્પ્રેડ જેવી ચીઝની વેરાયટી ફ્રીઝમાં રાખો. એ બ્રેકફાસ્ટમાં બ્રેડ પર લગાડી શકાય. મેયોનીઝથી કુકિંગ ટાઇમ બચે છે અને વાનગી સ્વાદિષ્ટ બને છે.
વન મીલ ફુડ
બેચલર્સ એક વાર દાળ, ખીચડી, સ્ટફડ પરાઠા, પુલાવ, રોલ્સ વગેરે શીખી લે તો એ જાતે બનાવી શકે છે. એ હેલ્ધી પણ હોય છે.
ક્રોકરી સિલેકશન

  • સ્ટીલનાં વાસણોને બદલે અનબ્રેકેબલ ક્રોકરી વાપરો. એ ધોવાનું સહેલું પડે છે અને તૂટવાનો ભય પણ ઓછો રહે છે. મલ્ટીપર્પઝ વાસણો – કુક એન્ડ સર્વ વાસણોનો ઉપયોગ કરો.
  • નોનસ્ટીક કઢાઇ, કુકર, તાવીનો ઉપયોગ કરો. એનાથી વાનગી ચોંટશે નહીં અને જલદી બનશે.
  • વુડન સ્પૂન સાથે શાકભાજી બનાવવા અને રોટલી શેકવા માટે વુડન તબેથાનો ઉપયોગ તમારા કામને સરળ બનાવશે.
  • કાચ અને ચિનાઇ માટીનાં વાસણોનો ઉપયોગ ઓછો કરો. એ ઉતાવળમાં પડીને તૂટી જવાની શકયતા રહે છે.
    હેલ્થ એલર્ટ
  • રેડીમેડ, રેડી ટુ મેક, રેડી ટુ ઇટ સોસ, મેયોનિઝ વિનેગર વગેરે ખરીદતી વખતે એકસપાયરી ડેટ ચોકકસ જુઓ.
  • મસાલા બરાબર પેક રાખો અને શકય હોય તો નાના પેકેટ જ લો.
  • રેડી ટુ ઇટ અને ફ્રોઝન પેકેટ્‌સનો ઉપયોગ વધારે પડતો ન કરો.

Most Popular

To Top