Fashion

સ્ટાઈલિશ ઓફિસ આઉટફિટ્સ

વર્કિંગ વુમનને દરરોજ સવારે એક પ્રશ્ન ચોક્કસ જ થતો હશે કે આજે ઓફિસમાં કયો ડ્રેસ પહેરી જાઉં? અને જો ઓફિસમાં કોઇ પાર્ટી, ગેટ ટુ ગેધર કે કોઈનું ફેરવેલ હોય તો આ પરેશાની ડબલ થઇ જાય છે. વોર્ડરોબમાં ઢગલો ડ્રેસ હોય પરંતુ મનમાં પ્રશ્ન રહે છે કે આ ઓફિસમાં પહેરી શકાય અથવા તો ઓકેઝન પ્રમાણે યોગ્ય છે? આપણે જયારે શોપિંગ કરીએ છીએ ત્યારે ઓફિસ અંગે ઓછું વિચારીએ છીએ એટલે વર્ક વેર્સની શરૂઆત શોપિંગથી જ કરવી જોઈએ. શોપિંગની થોડી ટ્રિક્સ ધ્યાનમાં રાખશો તો તમને ઓફિસ માટે આઉટફિટ્સ પસંદ કરતી વખતે મુશ્કેલી પડશે નહીં.

કમ્ફર્ટેબલ આઉટફિટ્સ પસંદ કરો
ઓફિસમાં તમે લાંબો સમય બેસો છો એટલે ડ્રેસ એવા હોવા જોઇએ જેના પર જલદી સળ ન પડે એટલે કે જલ્દી ચૂંથાઇ ન જાય. તમારી જોબ લાંબો સમય બેસી રહેવાની હોય તો લાઈટ અને મુલાયમ ફેબ્રિકવાળા આઉટફિટ્સ પરફેકટ છે. ઓફિસવેર નેચરલ શેડના હોય તો બહેતર અને કમ્ફર્ટેબલ પણ હોવા જોઈએ જેથી તમે આરામથી હરીફરી શકો, તમને કામ કરતી વખતે અડચણરૂપ ન બને.
મીટિંગમાં જયારે જવાનું હોય…
મીટિંગમાં થ્રી ફોર્થ પ્લાઝો સાથે કોટ સરસ લાગે છે. એમાં કેઝ્યુઅલની સાથે ઓફિશ્યલ લુક પણ આવે છે અને એ કમ્ફર્ટેબલ પણ હોય છે. ઓફિસની મહત્ત્વપૂર્ણ કોર્પોરેટ મીટિંગમાં તમે લાઈટ ફેબ્રિકનું બ્લેઝર પણ પહેરી શકો.

સ્ટાઈલિશ દેખાવ
એન્કલ લેન્થ પેન્ટ અને કુરતા આજકાલ ફેશનમાં છે. આ ઉપરાંત ની લેન્થ ફ્રોક ડ્રેસ, સ્ટ્રાઈપ પલાઝો સાથે પ્લેન કુરતા, પેન્સિલ પેન્ટ સાથે હિપ લેન્થ શર્ટ આકર્ષક લાગે છે.
ઓફિસ એ એવી જગ્યા નથી જયાં તમે હંમેશાં તમારી પસંદનાં જ કપડાં પહેરો. ઘણી વાર થોડા સ્ટાઇલિશ દેખાવા અને માહોલને અનુરૂપ રહેવા માટે અલગ ઢંગથી કપડાં પહેરવા પડે છે. એમાં પેન્સિલ સ્કર્ટ અને બોડી શેપ લોંગ મેકસી ડ્રેસ મુખ્ય છે. એને પહેરવાથી તમે ખૂબસૂરત લાગો છો પરંતુ ઘણી વાર પહેરનારને એ કમ્ફર્ટેબલ લાગતું નથી કે ઓકવર્ડ લાગે છે પરંતુ ઓફિસના કોઇ ગેટ ટુ ગેધરમાં એ આકર્ષક લાગે છે. તમે એ ટ્રાય કરી શકો.

એસેસરીઝ
બ્લેક ટી શર્ટ પર ફિરોઝી સ્ટોનનો નેકલેસ કે બીડસની માળા ડ્રેસને ચાર ચાંદ લગાડે છે જો પલાઝો સૂટ પહેરતાં હો તો હેંગીંગ ઇયરીંગ્સ સારા લાગે છે. ઓફિસમાં કોઇ ફંકશન હોય તો નાના ઝુમખાં પણ સારાં લાગે છે. હાથમાં બ્રેસલેટ અને વોચ સિવાય બીજા કશાની જરૂર નથી. સાડી પહેરતાં હો તો ગોલ્ડ કે સિલ્વર જવેલરી ન પહેરો. એને બદલે સ્ટોન કે થ્રેડની જવેલરી પહેરો.

ફૂટવેર
ઓફિસમાં લોફર્સ કમ્ફર્ટેબલ છે. જો તમારે વધારે હરફર કરવાની હોય તો એ વધારે કમ્ફર્ટેબલ છે અને પગ દુખતા નથી. જો તમારે હીલ પહેરવી હોય તો પ્લેટફોર્મ હીલ પહેરો. ઓફિસમાં બહુ ચળકભડક ફૂટવેર પહેરો નહીં.
હેન્ડબેગ
ઓફિસમાં જતાં હો તો સ્વાભાવિક છે કે થોડી ઘણી વસ્તુઓ તો લઈ જવી પડશે પરંતુ વધારે મોટી બેગ ન રાખો. મોટી બેગ ઓછી અને બિનજરૂરી વસ્તુઓનું વજન વધારશે. બ્લેક કે બ્રાઉન બેગ રાખો જેથી વારંવાર મેચિંગ માટે પરેશાન થવું ન પડે.

Most Popular

To Top