નવી દિલ્હી: કોરોનાનો (Corona) નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant) દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. શરૂઆતમાં જેમ કોરોના વાયરસના લક્ષણો (corona symptoms) જાણી શકાતા ન હતા તેવી જ રીતે ઓમિક્રોનના લક્ષણો (omicron symptom) પણ જાણી શકાતા નથી. જ્યારે કોરોના શરૂ થયો ત્યારે સામાન્ય શરદી, ખાંસી અને કોવિડ-19 (Covid-19) વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બન્યો હતો પરંતુ જ્યારે કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા અને તેની આફટર ઈફેકટ્સ સામે આવવા લાગી તો લોકો સામાન્ય શરદી, ખાંસીથી (Cold Cough) પણ પેનિક (Panic) થવા લાગ્યા છે. તેવી જ રીતે શરૂઆતમાં ઓમિક્રોનના લક્ષણો પણ જાણવા મુશ્કેલ બન્યા છે. નિષ્ણાતોએ કરેલી સ્ટડી પ્રમાણે ઓમિક્રોન અને કોરોના વાયરસના પ્રારંભિક લક્ષણ સરખા જ હોય છે. જેથી એ કહેવું મુશકેલ બને છે કે દર્દીને ઓમિક્રોન થયો છે કે નહીં. તો ચાલો જાણીએ કે ઓમિક્રોન સામાન્ય શરદી અને ફ્લૂથી કેવી રીતે અલગ છે.
આ ઓમિક્રોનના લક્ષણો છે
- થાક, વીકનેસ
- સાંધામાં દુખાવો
- ઠંડી લાગવી
- માથામાં સતત દુ:ખાવો રહેવો
- ગળામાં દુ:ખાવો, બળતરાની સમસ્યા
જો તમને શરૂઆતમાં લક્ષણ દેખાય તો નિસંકોચ તમારો કોરોના ટેસ્ટ કરાવી લેવો. કારણ કે ચેપની શરૂઆતમાં લીધેલી ઉદાસીનતા તમારા સમગ્ર પરિવારને ઝપેટમાં લઈ શકે છે. અત્યાર સુધી નિષ્ણાંતોએ ઓમિક્રોન પર સ્ટડી કરાતા કહ્યું કે જો તમે ઓમિક્રોન પોઝિટિવ છો, તો તમને તમારા શરીરમાં આ તફાવતો જોવા મળશે.
ઓમિક્રોન COVID-19 થી કેટલો અલગ છે?
તમને જણાવેલા લક્ષણોને જોઈને તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે આ બધા પણ કોવિડ-19ના લક્ષણો છે. તો ઓમિક્રોન તેનાથી કેવી રીતે અલગ છે? તો ચાલો જાણીએ તફાવત. ઓમિક્રોન વાયરસના લક્ષણ સૌ પ્રથમ ગળામાં અનુભવાય છે. જ્યારે કોવિડ-19નો વાયરસ સીધો ગળા કે નાક દ્વારા ફેફસાં પર હુમલો કરે છે. ઓમિક્રોનનો વાયરસ ફેફસાંને નુકસાન પહોંચાડતા નથી તેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ થતી નથી. જોકે, કોવિડ-19એ ફેફસાંને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું અને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી હતી. જ્યારે ઓમિક્રોનમાં શ્વાસ લેવામાં ઓક્સિજનનું સ્તર ઘટતું નથી. જોકે, કોવિડ-19માં ઓક્સિજનની અછતને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોએ ભયાનક સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું.
સામાન્ય શરદીના લક્ષણો
- સામાન્ય શરદીમાં, માથાનો દુ:ખાવો અને વહેતું નાક છે. છીંક આવે છે અને માથામાં ભારેપણું રહે છે.
- ગરમ વસ્તુઓ પીધા પછી આરામ થાય છે અને માથા સિવાય શરીરના અન્ય ભાગોમાં દુ:ખાવો થતો નથી.
- સામાન્ય શરદીમાં ગળામાં દુ:ખાવો થતો નથી, પરંતુ નાકની અંદર શુષ્કતા અથવા બળતરા અનુભવાય છે.
- સામાન્ય શરદીમાં તમને થાક નથી લાગતો પણ બળતરા અનુભવાય છે.