કોલકાતા: પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Mamata Banerjee) કાર આજે બુધવારે અકસ્માત ગ્રસ્ત થઇ હતી. ઘટના જ્યારે મુખ્યમંત્રી એક મીટીંગ માંથી પરત ફરી રહ્યા હતા ત્યારે થયો હતો. આ અકસ્માતમાં (Accident) મુખ્યમંત્રીને માથાનાભાગે સામાન્ય ઇજાઓ થઇ હતી. તેમજ તેણીને તરત જ પ્રાથમિક સારવાર (First aid) આપવામાં આવી હતી.
- પશ્ચિમ બંગાળના બર્દવાનમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની કાર અકસ્માતગ્રસ્ત
- મીટીંગમાંથી પરત ફરતીવેળાએ અકસ્માત થયો હતો
- મુખ્યમંત્રીને માથાનાભાગે ઇજાઓ થઇ
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના બર્દવાનમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની કારને આજે અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સીએમ મમતા બેનર્જીને માથામાં ઈજા થઈ હતી. શરૂવાતી માહિતી મુજબ મુખ્યમંત્રીના કાફલામાં અચાનક એક કાર ઘુસી ગઈ હતી. તેમજ કાફલામાં અચાનક કાર ઘુસી જવાને કારણે કાર ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવવી પડી હતી. જેના કારણે મમતા બેનર્જીને ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈજા ગંભીર નથી.
મુખ્યમંત્રી મમતા બેનર્જી રોડ માર્ગે બર્દવાનથી કોલકાતા પરત ફરી રહ્યા હતા. દરમિયાન સીએમના કાફલાની સામે અચાનક બીજી કાર આવી હતી અને તેમની કારના ડ્રાઈવરે તરત જ બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. વધુમાં માહિતી મળી હતી કે ખરાબ હવામાનના કારણે મમતા બેનર્જીએ હેલિકોપ્ટરમાં યાત્રા કરવાનું ટઅળી કારમાં માર્ગ પહિવન કરવાનું પસંદ કર્યું હતું.
અગાઉ જૂન 2023માં પણ ઈજા થઈ હતી
અગાઉ જૂન 2023માં મુખ્યમંત્રી મમતા બેનર્જી મુસાફરી દરમિયાન ચોટિલ થયા હતા. તે સમયે મમતા બેનર્જીના હેલિકોપ્ટરને સિલિગુડી નજીક સેવોક એરબેઝ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. તેમજ તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ તેણીએ એમઆરઆઈ અને અન્ય ટેસ્ટ કરાવ્યા હતા. એસએસકેએમ હોસ્પિટલના ડાયરેક્ટર મણિમોય બંદ્યોપાધ્યાયના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીને તેમના ડાબા ઘૂંટણ અને હિપ સંયુક્તમાં અસ્થિબંધનની ઇજાઓ થઈ હતી.