World

ચીને તાઈવાનને ઘેરી લીધું, ગમે ત્યારે કરી શકે છે હુમલો, તાઈવાને સૈન્યને એલર્ટ પર મુક્યું

ચીન (China) અને તાઈવાન (Taiwan) વચ્ચે ઘણા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીને શુક્રવારે તાઇવાનની આસપાસ સૈન્ય અભ્યાસના બીજા દિવસની શરૂઆત કરી હતી. તેનો ઉદ્દેશ્ય તાઇવાનના મુખ્ય વિસ્તારોને કબજે કરવાનો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે ચીનની સૈન્ય કવાયત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે અમારા દેશની અખંડિતતા અને સ્વતંત્રતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છીએ. તાઈવાને તેની એરફોર્સ, નેવી અને આર્મીને પણ એલર્ટ પર મૂકી દીધી છે. નોંધનીય છે કે લાઈ ચિંગ-તેએ સોમવારે તાઈવાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચાર્જ સંભાળ્યો હતો જેના કારણે ચીન નારાજ છે.

તાઇવાને જણાવ્યું હતું કે ચીનના વિશાળ સૈન્ય અભ્યાસના બીજા દિવસે શુક્રવારે ડઝનેક ચાઇનીઝ યુદ્ધ વિમાનો અને નૌકાદળના જહાજો તેના દરિયાકાંઠે જોવા મળ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે તેણે 49 યુદ્ધ વિમાનો અને 19 નૌકાદળના જહાજો તેમજ ચીની કોસ્ટ ગાર્ડ જહાજોને શોધી કાઢ્યા છે. ગુરુવારથી શુક્રવાર સુધીના 24 કલાકના સમયગાળામાં 35 વિમાનોએ તાઇવાન સ્ટ્રેટ ઉપર ઉડાન ભરી. આ બંને બાજુઓ વચ્ચેની વાસ્તવિક સરહદ છે.

આ લશ્કરી કવાયતનો હેતુ છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના ઈસ્ટર્ન થિયેટર કમાન્ડે કહ્યું કે તેની સેનાએ શુક્રવારે ‘જોઈન્ટ સ્વોર્ડ- 2024A’ કવાયત ચાલુ રાખી. તેનો ઉદ્દેશ્ય સત્તા કબજે કરવાનો, સંયુક્ત હુમલા શરૂ કરવાનો અને મુખ્ય વિસ્તારોને કબજે કરવાનો છે. ઉપરાંત તાઇવાનની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું પડશે. ચીને ગુરુવારે સવારે 7:45 વાગ્યે (સ્થાનિક સમય) સૈન્ય અભ્યાસ શરૂ કર્યો હતો. બીજી તરફ યુનાઇટેડ સ્ટેટ્સે તમામ પક્ષોને લશ્કરી દાવપેચ અંગે સંયમ રાખવા વિનંતી કરી છે. અમેરિકા તાઈવાનનું કટ્ટર સાથી અને લશ્કરી સમર્થક છે. તમને જણાવી દઈએ કે ચીન તાઈવાનને પોતાનો અભિન્ન પ્રદેશ માને છે અને લાઈને અલગતાવાદી જાહેર કરી દીધું છે. લાઈએ તેમના ભાષણમાં બેઇજિંગની ધમકીઓને રોકવા માટે હાકલ કરી. ચીને આ ભાષણની ટીકા કરી હતી.

તાઈવાન વિસ્તારમાં 49 એરક્રાફ્ટ અને 19 ચીની જહાજો જોવા મળ્યા
તાઈવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય (MND) એ તેના પ્રદેશની નજીક ચીની લશ્કરી વિમાનો અને જહાજોની હાજરીની જાણ કરી. MND અનુસાર શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના કુલ 49 એરક્રાફ્ટ અને 19 ચીની જહાજો જોવા મળ્યા હતા. એરક્રાફ્ટમાં SU-30, J-16 અને KJ-500 સામેલ છે. 35 ચાઈનીઝ એરક્રાફ્ટ તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખા ઓળંગીને તાઈવાનના સાઉથવેસ્ટ એર ડિફેન્સ ઝોન (ADIZ)માં પ્રવેશ્યા છે. તાઈવાનની સેના આના પર ચાંપતી નજર રાખી રહી છે.

તાઈવાન એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર છે
આ અગાઉ સોમવારે તેમના ઉદ્ઘાટન ભાષણમાં રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ કહ્યું હતું કે તાઇવાન એક સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર છે જેમાં સાર્વભૌમત્વ લોકોના હાથમાં છે. બીજી તરફ ચીનના સૈન્યએ કહ્યું કે તાઇવાનની આસપાસ તેની બે દિવસીય કવાયત સ્વતંત્રતા ઇચ્છતા અલગતાવાદી દળો માટે સજા છે.

તાઈવાન ચીનનો ભાગ છે
ચીનના તાઈવાન અફેર્સ ઓફિસના પ્રવક્તા ચેન બિન્હુઆએ ગુરુવારે રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાઈવાનના નેતાએ પદ સંભાળતાની સાથે જ એક-ચાઈના સિદ્ધાંતને પડકાર્યો હતો. ચીન માત્ર એક જ દેશ છે. અને તાઇવાન પણ કમ્યુનિસ્ટ પાર્ટીના શાસન હેઠળ ચીનનો એક ભાગ છે. ચીન માને છે કે તાઈવાનને મુખ્ય ભૂમિ સાથે એક થવું જોઈએ ભલે તેના માટે બળ પ્રયોગ કરવો પડે.

Most Popular

To Top