National

પોર્શ કાંડમાં સગીરની જીદે લીધા હતા એન્જીનીયરોના જીવ? ડ્રાઇવરે કર્યા ખુલાસા

મુંબઇ: પુણે કાર અકસ્માતના (Pune car accident) મામલા વધુ વેગ પકડ્યો હતો. જ્યારે આ કેસમાં સગીરના ડ્રાઇવરે (Driver) નિવેદન આપ્યું હતું. અસલમાં આ અકસ્માતમાં એક સગીરે પૂરે ધડપે પોર્શ કાર હાંકી બે સોફ્ટવેર એન્જિનિયરોની હત્યા કરી હતી. સગીર એક પ્રખ્યાત બિલ્ડરનો પુત્ર છે. તેમજ તપાસમાં સામે આવ્યુ હતું કે અકસ્માત સમયે સગીર નશામાં હતો. હવે પુણેના સીપી અમિતેશ કુમારે આ મામલે ખુલાસો કર્યો હતો.

પૂણે પોર્શ કાર અકસ્માતમાં સંડોવાયેલા સગીરના દાદાએ શુક્રવારે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમના પુત્ર સાથે વાત કર્યા બાદ જ તેમણે તેમના પૌત્રને 2 કરોડ રૂપિયાથી વધુ કિંમતની ઇલેક્ટ્રિક લક્ઝરી કારની ચાવી આપી હતી. તેમજ આ કેસમાં સગીરના પિતાની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને સગીરના ડ્રાઇવરને પણ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે સગીરના ડ્રાઈવરે પૂછપરછ દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું.

આ કેસમાં પોલીસે સગીરના પિતા વિરૂદ્ધ તેમના સગીર પુત્રને લાયસન્સ વગર વાહન ચલાવવાની પરવાનગી આપવા બદલ FIR પણ નોંધી હતી. આ ઉપરાંત પુણેના મુંડવામાં કોસી અને બ્લેક મેરિયોટ પબના છ કર્મચારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ પોલીસે તેમની પણ ધરપકડ કરી હતી.

ડ્રાઈવરે પોતાના નિવેદનમાં આ વાત કહી
ડીસીપી (ક્રાઈમ) અમોલ જેંડેએ કહ્યું કે ડ્રાઈવરે તેના નિવેદનમાં કહ્યું છે કે, ‘સગીર આરોપીએ તેના વડગાંવ શેરી બંગલાથી રેસ્ટોરન્ટ સુધી પોર્શ કાર ચલાવી હતી. આ પછી તે કારને બ્લેક મેરિયટ પબમાં પણ લઈ ગયો હતો. જ્યાં પબના અન્ય કર્મચારીઓએ ત્યાં કાર ઉભેલી કારને પાર્ક કરી હતી.

ડીસીપી (ક્રાઈમ) અમોલ જેંડેએ વધુમાં જણાવ્યું કે ડ્રાઈવરે કહ્યું કે નશાની હાલતમાં રહેલો છોકરો વારંવાર કારની ચાવી માંગી રહ્યો હતો. જે બાદ તેણે છોકરાના પિતાને ફોન કર્યો હતો, જેના પર છોકરાના પિતાએ તેને ચાવી આપવા કહ્યું અને તેની બાજુમાં બેસવાનું કહ્યું હતું. અકસ્માત પહેલા સગીર પાછળની સીટ પર બેઠેલા તેના બે મિત્રો સાથે કાર ચલાવી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે પુણેના કલ્યાણી નગરમાં 19 મેના રોજ મોડી રાત્રે એક બિલ્ડરના સગીર પુત્રએ નશાની હાલતમાં મોંઘી પોર્શ કારથી બે એન્જિનિયરોને ટક્કર મારી હતી. તેમજ આ અકસ્માતમાં બંને લોકોના મોત થયા હતા.

Most Popular

To Top