અઝરબૈજાન: ચીન (China) અને તાઈવાન (Taiwan) વચ્ચે હાલ ખૂબ જ તણાવભર્યો માહોલ છે. ચીન અને તાઈવાન યુદ્ધના (War) ખતરાની વચ્ચે વિશ્વના (World) અન્ય બે દેશોમાં યુદ્ધ શરૂ થઈ ગયું છે. અઝરબૈજાન (Azerbaijan) અને આર્મેનિયા (Armenia) વચ્ચે ફરી એકવાર તણાવ શરૂ થયો છે. અઝરબૈજાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે નાગોર્નો-કારાબાખના વિવાદિત ક્ષેત્રની ઘણી ટેકરીઓ પર કબજો કરી લીધો છે. અઝરબૈજાનના જણાવ્યા અનુસાર, વિવાદિત વિસ્તારમાં આર્મેનિયન સૈનિકોએ તેમના એક સૈનિકની હત્યા કરી ત્યારે તણાવ શરૂ થયો હતો. જણાવી દઈએ કે આ વિસ્તારમાં રશિયન પીસકીપર્સ પણ તૈનાત છે.
આર્મેનિયાના સંરક્ષણ મંત્રાલયે અઝરબૈજાનના હુમલામાં બે સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે. આ લડાઈમાં અત્યાર સુધીમાં 19 આર્મેનિયન સૈનિકો ઘાયલ થયા છે. જેમાંથી 4ની હાલત નાજુક છે. આ વિસ્તારમાં તૈનાત રશિયન પીસકીપીંગ ફોર્સે અઝરબૈજાની સૈનિકો દ્વારા ત્રણ યુદ્ધવિરામના ઉલ્લંઘનની જાણ કરી છે.
શા માટે છે બે દેશો વચ્ચે યુદ્ધ?
આ સમગ્ર વિવાદ નાગોર્નો-કારાબાખ વિસ્તાર વિશે છે, જે હવે અઝરબૈજાનમાં આવે છે, પરંતુ હાલમાં આર્મેનિયન સેના દ્વારા કબજો કરવામાં આવ્યો છે. બંને દેશો સોવિયત સંઘ (USSR)નો ભાગ રહ્યા છે, પરંતુ જ્યારે 80ના દાયકાના અંતમાં USSRનું શાસન શરૂ થયું, ત્યાર બાદ બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો. આ સમગ્ર વિવાદ નાગેર્નો-કારાબાખ વિસ્તાર માટે છે, જે આર્મેનિયા અને અઝરબૈજાનના સરહદી વિસ્તાર પર છે. 1991માં પણ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી.
પહાડી વિસ્તાર પર કબજા મેળવવા માટે યુદ્ધ
ત્રણ વર્ષના સંઘર્ષ પછી રશિયાએ હસ્તક્ષેપ કર્યો અને 1994 માં યુદ્ધવિરામ થયો. અત્યારે આ વિસ્તાર અઝરબૈજાનમાં આવે છે, પરંતુ ત્યાં આર્મેનિયાના ભાગના લોકો વધુ છે, તેથી આર્મેનિયન સેનાએ તેને કબજે કરી લીધો છે. લગભગ ચાર હજાર ચોરસ કિ.મી. આ સમગ્ર વિસ્તાર પર્વતીય છે, જ્યાં તણાવની સ્થિતિ યથાવત છે. વર્તમાન તણાવ 2018 માં શરૂ થયો હતો, જ્યારે બંને સેનાઓએ સરહદને અડીને આવેલા વિસ્તારમાં તેમની સેના વધારી હતી.
ભારતથી ચાર હજાર કિ.મીં દૂર છે આ બંને દેશ
આર્મેનિયા અને અઝરબૈજાન પાડોશી દેશો છે, જે એશિયામાં આવે છે. બંને ભૂતકાળમાં સોવિયેત સંઘનો હિસ્સો રહી ચૂક્યા છે અને યુરોપની ખૂબ નજીક છે. ભારતથી લગભગ ચાર હજાર કિ.મી. આર્મેનિયા અને અઝરબૈજાન ઈરાન અને તુર્કીની વચ્ચે આવેલા છે.