SURAT

વીર નર્મદ યુનિ.ના 7181 પ્રવેશાર્થીઓને ટોકન ચૂકવવા આદેશ

સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGU) દ્વારા શૈક્ષણિક વર્ષ (Academic Year) 2022-23 માટે સ્નાતક તેમજ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં ઓનલાઈન પ્રવેશ (Online Admission) સમયે 1000 રૂપિયા ટોકન ફી ભરવાની પ્રથા રાખી હતી. જે જુલાઈ, 2022 મહિનામાં રદ કરવામાં આવી હતી. યુનિવર્સિટીએ હિસાબી વિભાગને વિદ્યાર્થીઓને 1000 રૂપિયા ટોકન ફી પરત કરવા આદેશ કર્યો હતો. ફરી વખત પરિપત્ર જારી કરી હિસાબી વિભાગને7,181 વિદ્યાર્થીઓને ટોકન ફી પરત કરવા સૂચના આપવામાં આવી છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જારી કરેલા પરિપત્ર અનુસાર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2022થી 2023માં સ્નાતક તેમજ અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમા ઓનલાઈન પ્રવેશ સમયે 1000 રૂપિયા ટોકન ફી ભરવાની પ્રથા રાખવામાં આવેલ હતી.

વિદ્યાર્થીઓએ ફરીથી યુનિવર્સિટીએ હિસાબી વિભાગને પરિપત્ર કર્યો
પરંતુ યુનિવર્સિટી દ્વારા 4થી જુલાઇ 2022ના રોજ બી.એસસી., બી.એસસી. કોમ્પ્યુટર સાયન્સ, એમ.એસસી. આઈ.ટી. તથા એમ.એસસી ઇન્ટિગ્રેટેડ બાયોટેકનોલોજી સિવાયના તમામ અભ્યાસક્રમમાં પ્રવેશ સમયે ભરવાની ટોકન ફી રૂપિયા 1,000ની પ્રથા રદ કરવામાં આવી હતી. જે માટે ઓગસ્ટ મહિનામાં યુનિવર્સિટીએ હિસાબી વિભાગને વિદ્યાર્થીઓને 1000 રૂપિયા ટોકન ફી પરત કરવા આદેશ કર્યો હતો. પરંતુ વિદ્યાર્થીઓને ટોકન ફી પરત કરવામાં નહીં આવી હોવાને કારણે ફરીથી યુનિવર્સિટીએ હિસાબી વિભાગને પરિપત્ર કર્યો છે અને 7,181 વિદ્યાર્થીઓને 1000રૂપિયા ટોકન ફી વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે.

નર્મદ યુનિની સમરસ કુમાર છાત્રાલયની કેન્ટિનમાં બિનઆરોગ્યપ્રદ ભોજન પીરસાઇ છે
સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી પરિસર ખાતે આવેલી સમરસ કુમાર છાત્રાલયની કેન્ટિનમાં સારી ગુણવત્તા વાળુ ભોજન મળતું નહીં હોવાને કારણે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. છાત્રાલયના અધિકારી દ્વારા કેન્ટિનના કોન્ટ્રાક્ટરને સારી ગુણવત્તા વાળો ભોજન આપવા અને બીજી નવી કેન્ટિન શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરિસર ખાતે આવેલી સમરસ કુમાર છાત્રાલયની કેન્ટિનમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતાં ભોજનની ગુણવત્તા સારી ન હોવાની ફરિયાદ ઉઠી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓએ છાત્રાલયના સમાજ કલ્યાણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. અધિકારી દ્વારા કેન્ટિનના કોન્ટ્રાક્ટરને લેખિતમાં જણાવવામાં આવ્યું હતું કે 18મી નવેમ્બરથી ભોજનની ગુણવત્તા સુધારવામાં આવે અને 12 કલાકમાં બીજી નવી કેન્ટિન પણ શરૂ કરવા ફરમાન કરાયું છે.

Most Popular

To Top