Vadodara

વિજય વલ્લભ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ

       વડોદરા:  શહેરના માંડવી વિસ્તારમાં આવેલા વિજય વલ્લભ હોસ્પિટલમાં  ત્રીજા અને ચોથા માળે શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હતી. ફાયર ફાઇટરોએ સીડી વડે ઉપર જઇને બારીના કાંચ તોડી અંદર જઇ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.  આગના બનાવમાં ધુમાળાના ગોટે ગોટા થતા દર્દીઆેને ગુંગળામણ થઇ હતી.  10 થી 12 જેટલા દર્દીઓને રેસ્કયુ કરીને બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ લખાય ત્યા સુધી હોસ્પિટલના ત્રીજા અને ચોથા માળે ધુમાળાના ગોટેગોટા નિકળી રહ્યા છે. સ્થાનિકાે પણ દોડધામ કરી વોર્ડમાં ફસાયેલા દર્દીઓને બહાર કાઢીને એમ્બ્યુલન્સ સુધી લઇ જવામાં મદદરૂપ થયા હતા.  છીપવાડ વિસ્તારમાં પોલીસે રોડ પરનો ટ્રાફિક બંધ કરીને એમ્બ્યુલ્નસ અન ફાયરના વાહનોને અાવવા અને જવા માટેની વ્યવસ્થા કરી આપી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top