Vadodara

મકરપુરાની કંપનીએ ઓનલાઈન ઠગાઈમાં 22.67 લાખ ગુમાવ્યા

વડોદરા: કેન્સર અને ન્યુરોલોજીકલ ટ્રીટમેન્ટમાં વપરાતા કલીનીકલ મટીરીયલ પુરા પાડવાનો વિશ્વાસ આપીને 22.67 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેકશન કરાવીને મટીરીયલ નહીં આપતી ઠગ ટોળકીનો નાઈજીરીયન સાગરીત સાઈબર ક્રાઈમના હાથે મહારાષ્ટ્રમાંથી ઝડપાયો હતો.

મકરપુરા જીઆઈડીસીમાં આવેલી મર્ચન્ટ ટ્રેડીંગ કંપનીના માિલક મયંક આનંદલાલ શાહ કેન્સર અને ન્યુરોલોજીકલ મટીરીયલ સપ્લાયનો વ્યવસાય કરે છે. વિશાળ માત્રામાં મટીરીયલની જરૂર પડતા પ્રોપરાઈટર મયંકભાઈએ સપ્લાયરનો ઈમેઈલ દ્વારા સંપર્ક સાધીને ઓર્ડર આપ્યો હતો. કંપનીના સંચાલકોએ સસ્તા ભાવે મટીરીયલ્સ સપ્લાય કરવાનો વિશ્વાસ આપ્યો હતો. મયંકભાઈએ સપ્લાયરના જણાવ્યા મુજબ તબક્કાવાર એકસીસબેંક દ્વારા 22,67,810 રૂિપયા ટ્રાન્સફર કર્યા હતા.

સમયમર્યાદામાં મોંઘુદાટ મટીરીયલ્સ ના આવતા મોબાઈલ અને ઈમેઈલ દ્વારા સપ્લાયર કંપનીને અવિરત સંપર્ક કર્યા હતા. પરંતુ કોઈ જ પ્રત્યુત્તર ના મળતા છેતરપિંડી થઈ હોવાનો જણાતા જ મયંક શાહે સાઈબરક્રાઈમમાં ગુનો નોંધાવ્યો હતો. ઉચ્ચ અિધકારીઓના માર્ગદર્શન અ્ને ટેકનિકલ સોર્સીસ દ્વારા સાઈબર ટીમે તપાસનો દૌર લંબાવ્યો હતો.

જેમાં મુંબઈ સ્થિત થાણેમાં રહેતા એલ્વિસ બોબી ઓવીની રહેવાસી, 1804, હીરાકો એમીનેન્સ, મીરારોડ, કાશીમીરા, મુંબઈ સંડોવણી જણાઈ હતી. સાયબર ટીમે આરોપીને તેના ઘરમાંથી જ દબોચીને વડોદરા લાવ્યા હતા. અને ઠગાઈના ગુનામાં સુત્રધાર સાગરીતો અન્ય કોની સાથે છેતરપિંડી કરી છે તે દિશા તરફ ઘનિષ્ઠ પૂછતાછ હાથ ધરી હતી.

ઈમિટેશન જવેલરીની આડમાં એલ્વિસે ઠગાઈ કરી

નાઈજીરીયામાં સીનીયર સેકન્ડરી સુધી અભ્યાસ કરતા 49 વર્ષીય આરોપી એલ્વીસ બોબી સાત વર્ષથી મુંબઈમાં પત્ની સાથે રહે છે. બે સંતાનોના પિતા ઈમીટેશન જવેલરીનો વ્યવસાય કરતા હોવાનું રટણ કરતો એલ્વીસ પાસે પોલીસે ઈમેઈલ આઈડીના આઈપી લોગ્સ તપાસ કરતા એલ્વીસના મળ્યા હતા તેના મોબાઈલમાં અન્ય પુરાવા સ્ક્રીન શોટ પણ મળી આવ્યા હતા.

કડકડાટ અંગ્રેજી ભાષા બોલતા અસ્થમાના દર્દી એલવીસે પોલીસને ગોળગોળ ફેરવવા પોતે કઈ જાણતો નથી મારા આઈડી મારો નાઈજીરીયન મિત્ર જ ઉપયોગ કરતો હોવાનું રટણ કરતો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top