ગાંધીનગર: રાજયમાં ચાર ઝોનમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજીયોનલ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ કોન્ફરન્સ યોજાનાર છે, જેમાં આગામી તા.9 અને 10મી ઓકટો.ના રોજ ગણપત યુનિ. ખાતે બે દિવસીય કોન્ફરન્સ ઉત્તર ગુજારતના જિલ્લાઓ માટે યોજાશે. ખાસ કરીને એગ્રો ફુડ પ્રોસેસીંગ , ઓટો- ઓટો કંમ્પોન્ટન્ટ, ટુરીઝમ , ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ , એજયુકેશન સ્કીલીંગ, ફાર્માસ્યૂટિકલ્સ અને એન્જિનિયરિંગ વિષય પર ઉત્તર ગુજરાતમાં રોકાણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે.
એગ્રો ફુડ પ્રોસેસીંગ , ઓટો- ઓટો કંમ્પોન્ટન્ટ, ટુરીઝમ , ગ્રીન એનર્જી ઈકો સિસ્ટમ , એજયુકેશન સ્કીલીંગ, ફાર્માસ્યૂટિકલ્સ અને એન્જિનિયરિંગ વિષય પર ઉત્તરલ ગુજારતમાં રોકાણ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના લોન્ચ કાર્યક્રમમાં કહયું હતું કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બન્યું છે. એટલું જ નહીં, વિશ્વભરના ઉદ્યોગ-રોકાણકારો માટે ગેટ-વે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી છે.
ગુજરાતની આ ઈમેજને વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા અને વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની નવી પહેલ વડાપ્રધાનના દિશાદર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી આપણે કરવી છે.રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક, આર્થિક સ્ટ્રેન્થ અને રોકાણોની રેડીનેસની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી ૯, ૧૦ ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે.
પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે. કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યો કરતા પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શન આ જિલ્લાઓમાં છે. ગુજરાત કૃષિ, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ-પેટ્રો કેમિકલ, જેમ્સ-જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે.
વડાપ્રધાનના દિશા દર્શનમાં હવે ગુજરાતને નવા ઉભરતા અને ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રીક મોબિલિટી, એરોસ્પેસ, ડિફેન્સ, ગ્રીન એનર્જીમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનાવવાનું છે. ગુજરાતમાં જે ઉદ્યોગ આવે તે જે જિલ્લાઓમાં ઔદ્યોગિક વિકાસની વિશેષતાઓ છે ત્યાં સ્થપાય તે માટેના પ્રયાસોમાં આ રિજિયોનલ કોન્ફરન્સ પરિણામદાયી બનશે.
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ગુજરાતમાં યોજાયેલી ગત વાઇબ્રન્ટ સમિટમાં ૪૫,000 કરોડનું રોકાણ આવ્યું અને ૨૬૦૦થી વધારે એમોયુ થયા હતા.ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી. એ સમયે રાજ્યનું ઉત્પાદન ૧,૪૨,૦૦૦ કરોડ રૂપિયા હતું, જે આજે વધીને ૨૨ લાખ કરોડથી પણ વધુનું થયું છે.
વર્ષ ૨૦૦૩ની સરખામણીએ માથાદીઠ આવક ૧૮,૩૯૨ રૂપિયાથી વધીને ૨,૭૩,૦૦૦ રૂપિયા થઈ છે. ઉત્પાદન ૪૪ હજાર કરોડ રૂપિયા હતું, તે ૬.૩૦ લાખ કરોડથી વધુ એટલે કે ૧૫ ગણું વધ્યું છે. એટલું જ નહીં, મેન્યુફેક્ચરિંગ આઉટપુટ પણ ૧,૪૮,૦૦૦ કરોડથી વધીને ૨૧ લાખ ૫૦ હજાર કરોડથી વધુનું થયું છે. આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે ગુજરાત રાજ્યમાં નાના ઉદ્યોગકારોની સંખ્યામાં પણ ઉતરોત્તર વધારો થયો છે. વર્ષ ૨૦૦૩માં નાના ઉદ્યોગકારોની સંખ્યા માત્ર દોઢ લાખ હતી, જે આજે વધીને ૨૧ લાખથી પણ વધારે છે. એટલું જ નહીં, વર્ષ ૨૦૦૩થી લઈને ૨૦૨૫ સુધીમાં ૫.૫૦ લાખ કરોડ રૂપિયાનું સીધું વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે.
આ સંમેલનો રાજ્યના ચાર મુખ્ય પ્રાદેશિક કેન્દ્રોમાં યોજાશે. જેમાં ઉત્તર ગુજરાત માટે મહેસાણા (૯-૧૦ ઓક્ટોબર ૨૦૨૫), કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રાજકોટ (૮-૯ જાન્યુઆરી ૨૦૨૬), દક્ષિણ ગુજરાત માટે સુરત (૯-૧૦ એપ્રિલ ૨૦૨૬) અને મધ્ય ગુજરાત માટે વડોદરા (૧૦-૧૧ જૂન ૨૦૨૬) નો સમાવેશ થાય છે.