નવી દિલ્હીઃ (New Delhi) રાજધાનીમાં વિશ્વ હિન્દુ પરિષદના (VHP) મંચ પરથી સાધુ-સંતોએ (Saints) ખુલ્લેઆમ લોકોને કાયદો હાથમાં લેવા માટે ઉશ્કેર્યા હતા. આચાર્ય યોગેશ્વર અને મહંત નવલ કિશોરે રવિવારે વિશ્વ હિંદુ પરિષદના મંચ પરથી ઉશ્કેરણીજનક ભાષણો (Speeches) આપ્યા હતા. જગતગુરુ યોગેશ્વર આર્ચયાએ જણાવ્યું હતું કે અરાજક તત્વોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. મહંત નવલ કિશોર દાસે કહ્યું કે છરીની લડાઈ શબ્દોથી લડી શકાતી નથી. તેમણે કહ્યું કે હિંદુઓએ (Hindu) શાસ્ત્ર અને શસ્ત્ર બંનેને સાથે લેવા પડશે. ઉત્તર પૂર્વ દિલ્હીની સુંદર નગરીમાં હિન્દુ યુવક મનીષની હત્યાના વિરોધમાં ‘આક્રોશ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની હાજરીમાં સાધુ-સંતોએ આ દ્વેષપૂર્ણ નિવેદનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં સેંકડો લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બીજેપી સાંસદ પ્રવેશ વર્મા પણ હાજર હતા.
- આચાર્ય યોગેશ્વર અને મહંત નવલ કિશોરે રવિવારે વિશ્વ હિંદુ પરિષદના મંચ પરથી ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા
- તેમણે કહ્યું કે હિંદુઓએ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેને સાથે લેવા પડશે
- પોલીસની હાજરીમાં સાધુ-સંતોએ આ દ્વેષપૂર્ણ નિવેદનો આપ્યા હતા
જરૂર પડે તો તેનું ગળું કાપી નાખો
આચાર્ય યોગેશ્વરે કહ્યું કે આપણી આટલી મોટી સંખ્યા હોવા છતાં પણ આપણા હિન્દુ ભાઈઓની નિર્દયતાથી હત્યા થઈ રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યાં સુધી આપણે બધા જાગૃત નહીં થઈએ ત્યાં સુધી આપણી સાથે આવા કાંડ થતા રહેશે. તેઓ આપણને ગણી ગણીને લક્ષ્ય બનાવશે. તેમણે કહ્યું કે તેથી જ વિનંતી છે કે ભેગા થઈ જાઓ… જ્યાં જુઓ ત્યાં જો આવા લોકો આપણા મંદિરો, મઠ, આપણા હિન્દુ પરિવારના ભાઈ-બહેનોને આંગળી બતાવે તો તેમની આંગળીઓ કાપશો નહીં પણ હાથ કાપી નાખો. આચાર્ય યોગેશ્વર અહીં જ ન અટક્યા. તેમણે કહ્યું કે જો જરૂર પડે તો તેમનું ગળું કાપવામાં પણ પાછળ ન રહો. તેમણે કહ્યું કે શું થશે? એકને ફાંસી આપવામાં આવશે, બેને ફાંસી આપવામાં આવશે.
છરીની લડાઈ શબ્દોથી લડી શકાતી નથી
મહંત નવલ કિશોર દાસે કહ્યું કે છરીની લડાઈ શબ્દોથી લડી શકાતી નથી. તેમણે કહ્યું કે હિંદુઓએ શાસ્ત્ર અને શસ્ત્ર બંનેને સાથે લેવા પડશે. મહંત દાસે કહ્યું બંદૂક લો, લાઇસન્સ લો. તેમણે કહ્યું કે જો તમને લાયસન્સ ન મળે તો ચિંતા ન કરો. મુસ્લિમો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જે લોકો મારવા આવે છે તેમની પાસે લાઇસન્સ હોય છે. જો તેમની પાસે મારવાનું લાઇસન્સ છે તો તમારી પાસે પણ છે.
બીજેપી સાંસદે પણ મુસ્લિમોને નિશાન બનાવ્યા
આ કાર્યક્રમમાં બીજેપી સાંસદ પ્રવેશ વર્મા પણ હાજર હતા. ભાજપના સાંસદે પણ આ વિવાદાસ્પદ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો ન હતો. બીજેપી સાંસદે મુસ્લિમો પર પણ નિશાન સાધ્યું. પ્રવેશ વર્માએ કહ્યું કે જે માનસિકતા આપણે જેહાદ તરીકે જાણીએ છીએ તેઓ મદરેસામાં કેવી રીતે ભણે છે તે આપણે બધા જાણીએ છીએ. તેમજ બાળકોના મનમાં નફરત પેદા કરવાની વાત કરી હતી. દિલ્હીમાં યુવક મનીષની હત્યાનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે આ કોઈ સામાન્ય ઘટના નથી.