નવસારી શહેરમાં શાકભાજી અને ફ્રુટ વિક્રેતાઓ એક જ જગ્યાએ બેસી ધંધો કરતા કોરોના બોમ્બ ( corona bomb) જેવા છે. આરોગ્ય વિભાગ તમામ વિક્રેતાઓનું ટેસ્ટિંગ કરે અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી બજાર બંધ રાખવું જરૂરી છે.નવસારી અને વિજલપોરમાં શહેરમાં શાકભાજી માર્કેટ ( vegetable market) માં નાના-મોટા વેપારીઓ લારીઓ લગાવી અને પાથરણા પાથરી ધંધો કરતા હોય છે. જ્યાં તે શાકભાજી માર્કેટમાં લોકો શાકભાજી અને ફ્રુટ લેવા આવતા હોય છે. પરંતુ ત્યાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ( social distance) જાળવ્યા વિના અને માસ્ક ( mask) પહેર્યા વિના ફરી રહ્યા હતા.
જેથી કોરોના ફેલાવાની વધુ શક્યતાઓ હતી. ગત ૧૪મીએ નવસારી-વિજલપોર પાલિકાના પદાધિકારીઓએ શાકભાજીના વેપારી ( vegetable vender) ઓ સાથે બેઠક કરી આગામી 30 એપ્રિલ સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. અને લારીઓ લઇ ગલી-મહોલ્લામાં ફરી ધંધો કરવા જણાવ્યું હતું. પરંતુ શાકભાજી વિક્રેતાઓ પાલિકાના નિર્ણયને ધોળીને પી ગયા હોય તેમ એક જ જગ્યાએ બેસી ધંધો કરી રહ્યા છે.નવસારી દુધીયા તળાવ શોપીંગ સેન્ટરથી લઇ ટાટા હોલ સુધી વેપારીઓ પાથરણા પાથરી અને લારીઓ લગાવી ધંધો કરી રહ્યા છે. જ્યાં હાલ પણ લોકો ત્યાં ખરીદી કરવા માટે ભેગા થઇ રહ્યા હોય છે.
ત્યારે શાકભાજી વિક્રેતાઓ કોરોના વધુ ફેલાવે તેવી શક્યતાઓ છે. ત્યારે શાકભાજી વિક્રેતાઓનું ટેસ્ટિંગ કરવુ જરૂરી છે. શહેરમાં 100થી વધુ વેપારીઓ શાકભાજી અને ફળ વેચી ધંધો કરી રહયા છે. જેની સામે આરોગ્ય વિભાગ દ્વારા માત્ર 60 જેટલા વેપારીઓનું ટેસ્ટિંગ કર્યુ હતું. હાલ જિલ્લામાં કોરોનાના કેસો આડેધડ વધી રહ્યા છે ત્યારે પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ શાકભાજી વિક્રેતાઓનું ટેસ્ટિંગ કરવામાં આવે અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી માર્કેટ બંધ રાખવું પણ જરૂરી છે. નવસારીમાં હાલ કોરોના મહામારીના કારણે કેટલાય લોકોના મોત નિપજ્યાં છે, ત્યારે હાલ તંત્ર કોરોના રોગચાળો ઓછો ફેલાય તે માટે પ્રયત્ન કરે છે જેથી નવસારી નગરપાલિકા દ્વારા શાકભાજીના વેપારીઓને સંક્રમણ ફેલાય નહીં તે માટે કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવાનું જણાવ્યા છતાં પણ તમામ શ્કભાજી વાળાઓએ કોરોના ગાઈડ લાઇનના લીરેલીરા ઉડાવી શાકભાજી વેચવાનું ચાલુ રાખ્યું છે.