પાકિસ્તાનની (Pakistan) ધરતીમાં ઘુસીને તેના ફાઈટર વિમાનને (Fighter jet) ધ્વસ્ત કરી દેનાર બાલાકોટ એરસ્ટ્રાઈકના (Balakot Airstrike) હીરો અભિનંદન વર્ધમાનને (Abhinadan Vardhman) આજે વીરચક્રથી (Veer Chakra) સન્માનિત કરવામાં આવ્યો હતો. વાયુસેનાના (Air Force) આ જાબાંજ સિપાહીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) દ્વારા વીરચક્ર એનાયત કરાયો ત્યારે રાષ્ટ્રપતિ ભવન તાળીઓથી ગૂંજી ઉઠ્યું હતું. આજે એવોર્ડ સેરેમનીમાં અભિનંદનના સન્માન કરતા વધુ તેની મૂંછોની ચર્ચા રહી હતી. આ અગાઉ પાકિસ્તાનમાં અભિનંદનની પ્લેન તૂટી પડ્યું હતું અને તેને પાકિસ્તાની સેનાએ બંદી બનાવ્યા બાદ ગણતરીના કલાકોમાં ભારત સરકારના દબાણને લીધે છોડવો પડ્યો હતો ત્યારે તેની લાંબી મૂંછો ખૂબ ચર્ચામાં રહી હતી. તે ઘટના બાદ અભિનંદને મૂંછોનો આકાર બદલી નાંખ્યો છે. આજે તેની નવી સ્ટાઈલની મૂંછોએ સોશિયલ મીડિયા ગજવી મુક્યું હતું.
બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અને પાકિસ્તાનનું F-16 ફાઈટર જેટ ધ્વસ્ત કરનાર ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને સોમવારે સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથોથી તેમને વીરચક્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનંદનના સન્માન દરમિયાન રાષ્ટ્રપતિ ભવન તાળિઓથી ગુંજી ઊઠ્યું હતું. અભિનંદને 2019માં પાકિસ્તાની F-16 લડાકુ વિમાનને હવાઈ યુદ્ધમાં ધ્વસ્ત કર્યું હતું. એ સમયે તેઓ વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા.
અભિનંદન લાંબી વળાંકદાર મૂંછોના બદલે આવી મૂંછોમાં દેખાયો
આજે એવોર્ડ સેરેમનીમાં અભિનંદન વર્ધમાનની નવી સ્ટાઈલની મૂછોએ ખાસ્સી ચર્ચા જગાવી હતી. બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે અભિનંદનની લાંબી મૂંછો હતી. તે સમયે વળાંક ધરાવતી લાંબી મૂંછો આખાય દેશમાં ચર્ચા જગાવી હતી. યુવાનો, નેતાઓમાં તે સ્ટાઈલ આઈકોન બન્યો હતો. આજે રાષ્ટ્રપતિ ભવનમાં અભિનંદન એવોર્ડ લેવા પધાર્યા ત્યારે તેને મૂંછો અણિયાળી રાખી હતી. નવી સ્ટાઈલની મૂંછોની પણ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે.
આ રીતે અભિનંદને પાકિસ્તાની સેનાને હંફાવી હતી
તમને જણાવી દઈએ કે પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ પર એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનમાં છૂપાયેલા આતંકવાદીઓનો ભારતીય વાયુ સેનાના જવાનોએ રાતના અંધારમાં ખાત્મો બોલાવ્યો હતો. તેમનાં હથિયારોથી ભરેલા કેમ્પ પણ નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ પાકિસ્તાની લડાકુ વિમાનોએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, જેનો ભારતે આકરો જવાબ આપ્યો હતો. પુલવામા હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલાકોટ વિસ્તારમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં લગભગ 300 જેટલા આતંકી માર્યા ગયા હતા. પરંતુ બીજા દિવસે બોખલાયેલું પાકિસ્તાન ભારતની સરહદમાં ઘૂસવાની હિંમત કરી હતી ત્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની વાયુસેનાને ઊભી પૂંછડીએ ભગાડ્યું હતું. એ સમયે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતી ઊભી થઈ હતી. એ સમયે વિંગ કમાન્ડર અભિનંદન એમઆઈજી-21 વિમાની ઉડાવી રહ્યાં હતા. એમઆઈજી-21થી અભિનંદને પાકિસ્તાનનાં એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. સાથે જ અભિનંદનનું વિમાન પાકિસ્તાનની સીમામાં જઈને પડ્યું હતું. ત્યારપછી પાકિસ્તાનની સેનાએ અભિનંદને બંધક બનાવી લીધા બાદ 60 કલાક પછી અભિનંદને છોડવામાં આવ્યો હતો. એમઆઈજી-21થી એફ-16 તોડી પાડવાથી અભિનંદનની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. કારણ કે એફ-16એ લડાકું વિમાન હતું જે અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યું છે અને MIG-21એ રુસનું 60 વર્ષ જૂનું વિમાન હતું. ભારતે 1970માં રુસ પાસેથી એમઆઈજી-21 વિમાન ખરીદયું હતું.
પુલવામા હુમલામાં ભારતના 40 જવાન શહીદ થયા તેનો બદલો અભિનંદને લીધો હતો
આ અગાઉ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ CRPFના જૂથ પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. હુમલાની જવાબદારી આતંકી મસૂદ અઝહરના સંગઠને લીધી હતી. આ હુમલા બાદ ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. એનાથી ગભરાયેલા પાકિસ્તાને આગલા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ કેટલાંક એફ-16 વિમાનોને કાશ્મીરમાં ભારતનાં સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવા મોકલ્યાં હતાં. પાકિસ્તાની વિમાનોએ ભારતીય એરસ્પેસમાં ઘૂષણખોરી કરીને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાની તાકાતથી પાકિસ્તાન કશું જ કરી ન શક્યું. ભારતનાં મિગ-21 અને મિરાજ 2000 લડાકુ વિમાનોએ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો હતો. મિગ-21ના પાયલોટ અભિનંદને ડોગ ફાઈટમાં પાકિસ્તાનના વિમાનને ધ્વસ્ત કર્યું હતું. આ દરમિયાન ભારતીય વિમાન પણ POKમાં જઈને પડ્યું અને પાકિસ્તાની સૈનિકોએ અભિનંદનને પકડી લીધા હતા. ત્યાર બાદ ભારતે વ્યૂહરચના ઘડીને 1 માર્ચે તેમને છોડાવી દીધા હતા.