National

ભીમા કોરેગાંવ કેસમાં આરોપી 81 વર્ષીય વર્વરા રાવ કોણ છે?

નવી દિલ્હી (New Delhi): ભીમા કોરેગાંવ હિંસા કેસમાં (Bhima Koregaon Case) બોમ્બે હાઈકોર્ટે કવિ-કાર્યકર 81 વર્ષીય વર્વરા રાવને (Varavara Rao) 6 મહિનાના જામીન સોમવારે આપ્યા છે. રાવની તબિયત ખરાબ હોવાને કારણે તેમને જામીન મળ્યા છે. કોર્ટે જણાવ્યું છે કે રાવને આગામી 6 મહિના સુધી મુંબઈ એનઆઈએના અધિકારક્ષેત્રમાં રહેવું પડશે અને તેમને તપાસ માટે બોલાવવામાં આવે ત્યારે તેમણે ઉપલબ્ધ રહેવુ પડશે. કોર્ટે તેમને 50,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ ભરવા કહ્યું છે. ભીમા કોરેગાંવ હિંસા કેસમાં રાવની પહેલી વાર ઓગસ્ટ 2018 માં ધરપકડ કરવામાં આવી હતી.

વર્વરા રાવની નવી મુંબઈની તલોજા જેલમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. થોડા દિવસો પહેલા તેમની તબિયત લથડતાં તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી તેમની તબિયત અસ્વસ્થ હોવાના સંદર્ભેર તેમના વતી જામીન અરજી કરવામાં આવી હતી. જો કે, તબિયતમાં સુધારણા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ કોર્ટને તેમની અરજી ફગાવી દેવાની વિનંતી કરી હતી.

એજન્સીએ કહ્યું હતું કે તેમની (રાવની) હાલત સ્થિર છે. એનઆઈએ તરફથી હાજરી આપતા એડિશનલ સોલિસિટર જનરલ અનિલસિંહે રાવના નાણાવટી હોસ્પિટલમાંથી આ મહિનાની શરૂઆતમાં મેળવેલ મેડિકલ રિપોર્ટ્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. હોસ્પિટલના અહેવાલો અનુસાર તેમની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. હાઇકોર્ટ રાવને લગતી ત્રણ અરજીઓની સુનાવણી કરી રહી હતી. એક અરજીમાં રાવના સંપૂર્ણ તબીબી રેકોર્ડ પ્રદાન કરવા વિનંતી કરવામાં આવી છે. બીજી અરજીમાં રાવને તબીબી આધારો પર જામીન આપવાની અપીલ કરાઇ હતી. ત્રીજી અરજીમાં રાવની પત્ની હેમલતાએ તબીબી સંભાળના અભાવને કારણે મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો.

આ કેસ 31 ડિસેમ્બર 2017 ના રોજ પૂણેમાં યોજાયેલી એલ્ગર પરિષદના (Elgar Parishad) કોન્ફરન્સમાં ભડકાઉ ભાષણો સાથે સંબંધિત છે. પોલીસનો દાવો છે કે વર્વરા રાવના ભાષણ પછી બીજા દિવસે ભીમા કોરેગાંવ યુદ્ધ મેમોરિયલ નજીક હિંસા ફાટી નીકળી હતી. પોલીસનો દાવો છે કે આ પરિષદનું આયોજન એવા લોકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમના કથિત રીતે નક્સલવાદીઓ સાથે સંબંધ છે. વરવરા રાવ કવિ અને લેખક (poet, writer) છે. ભીમા કોરેગાંવ હિંસા કેસમાં ઑગસ્ટ 2018 માં પહેલીવાર તેની ધરપકડ કરવામાં આવી હતી. રાવ 1957 થી કવિતાઓ લખી રહ્યા છે. ઑક્ટોબર 1973 માં ઇન્ટર્નલ સિક્યુરિટી મેન્ટેનન્સ એક્ટ (MISA) હેઠળ કટોકટી દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.

1986 ના રામનગર કાવતરું કેસ સહિતના વિવિધ જુદા જુદા કેસોમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને છૂટા કરવામાં આવ્યા હતા. 2003 માં તે ષડયંત્રના કેસમાં નિર્દોષ છુટી ગયા હતા અને 2005 માં ફરીથી તેમને જેલમાં મોકલવામાં આવ્યો હતો. તે નક્સલવાદીઓનો (Naxals) સમર્થક હોવાનું માનવામાં આવે છે. રાવ પર અનેક વખત નક્સલવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top