Dakshin Gujarat

વલસાડના પરિણીત મુસ્લિમ યુવકે યુવતીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી તરછોડી

કામરેજ: લો કોલેજમાં (Law College) અભ્યાસ કરતી યુવતીની સાથે સોશિયલ મીડિયા (Social Media) થકી મિત્રતા બાંધી વારંવાર મળી લગ્ન (marriage) કરવાની લાલચ આપી વલસાડના (Valsad) પરિણીત યુવાને શરીર સંબંધ બાંધી યુવતીને ગર્ભવતી (Pregnant ) કરી નાંખી હતી.

મૂળ ભાવનગરના વતની અને હાલ સુરતના ઓલપાડના સાયણ ગામમાં આવેલી સોસાયટીમાં રહેતી 27 વર્ષીય મુમતાઝ (નામ બદલ્યું છે)નાં 2015માં બારડોલી ખાતે લગ્ન થયાં હતાં. લગ્નના એક જ માસમાં મુમતાઝના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા થતાં લો કોલેજમાં અભ્યાસ ચાલુ કર્યો હતો. વર્ષ-2019માં સોશિયલ મીડિયા દ્વારા વલસાડના ખાટકીવાડ ખાતે રહેતા કમરૂઝમા ઈબ્રાહીમ કુરેશી (ઉં.વ.28) સાથે મિત્રતા થઈ હતી. સુરતના વી.આર. મોલ પાસે મુમતાઝ અને કમરૂઝમા વચ્ચે પ્રથમ મુલાકાત થઈ હતી. પ્રથમ જ મુલાકાતમાં કમરૂઝમાએ લગ્નની વાત કરી કારમાં બંને ડુમસ ખાતે ભજિયાં ખાવા માટે ગયાં હતાં. કમરૂઝમા મુમતાઝને મળવા માટે કોલેજ પર પહોંચી ગયા બાદ વારંવાર મુલાકાતો પણ થવા લાગી હતી.

વર્ષ-2019ના જુલાઈમાં ડુમસ ફરી બિગ બજાર પાસે આવેલી હોટલમાં મુમતાઝને લઈ જઈ લગ્ન કરવાનો વિશ્વાસ આપી શરીર સંબંધ બાંધી હોટલ પરથી કોલેજ પર ઉતારી ગયો હતો. આમ કમરૂઝમા વારંવાર મુમતાઝને મળી અલગ અલગ હોટલોમાં લઈ જઈ શરીર સંબંધ બાંધતો હતો. બાદ કમરૂઝમાએ મુમતાઝને જણાવ્યું કે, મારાં માતા-પિતાએ મારી મરજી વિરુદ્ધ લગ્ન નક્કી કરી દીધાં છે. જે લગ્ન થઈ જતાં કમરૂઝમાએ વાતચીત કરવાની બંધ કરી દીધી હતી.

બાદ ગત તા.3-2-22ના રોજ ફરી મુમતાઝને ફોન કરીને મળવા માંગું છે તેમ કહી કામરેજ તાલુકાના ઉંભેળ ગામે આવેલી એક હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. હોટલ પર બંનેના પરિવાર આવી જતાં પાછળના દરવાજેથી નીકળીને જતાં રહ્યાં હતાં. મુમતાઝે લગ્ન કરવાનું દબાણ કરતાં કમરૂઝમાએ ફોન રિસીવ કરવાના પણ બંધ કરી દીધા હતા. તા.13-2-22ના રોજ મુમતાઝને અચાનક જ પેટમાં દુખાવો થતાં હોસ્પિટલમાં બતાવવા જતાં ડોક્ટરે ગર્ભવતી જણાવતાં કમરૂઝમાને આ બાબતની જાણ કરી હતી. આથી ગાળો બોલવા લાગતાં મુમતાઝે કામરેજ પોલીસમથકમાં કમરૂઝમા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કમરૂઝમાની ધરપકડ કરી વધુ તપાસ મહિલા પીએસઆઈ જે.ડી.મીર કરી રહ્યા છે.

Most Popular

To Top