વલસાડ: (Valsad) વલસાડમાં મકરસંક્રાંતિ દરમિયાન પતંગના (Kite) દોરાથી 40 જેટલા કબૂતર, એક ચામોચીડિયું અનયલ ઘાયલ થયા હતા. જેમાં 7 કબુતર (Pigeon) અને 1 કોયલનુ મોત નીપજ્યું હતું. વલસાડમાં ધાબા પરથી નીચે પટકાતા 7 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
- વલસાડમાં મકરસંક્રાંતિએ પતંગના દોરાથી યુવાનનું ગળું કપાયું, 7 કબુતર, 1 કોયલનું મોત
- પતંગના દોરાથી 40 કબૂતર, એક ચામોચીડિયું ઘાયલ થયું
- વલસાડમાં ધાબા પરથી નીચે પટકાતા 7 વર્ષના બાળકનું મોત
જ્યારે વલસાડ નજીક ડુંગરી સોનવાડા હાઇવે બ્રિજ ઉપર પતંગની દોરી આવી જતા વિહાર રામુ પટેલ (ઉંવ.26) બીલીમોરાથી વાપી નોકરીએ જતી વેળાએ જમણા કાનથી નાક સુધી કપાઈ જતા મોટો ઘા થયો હતો. ખૂબ જ લોહી વહેતું હોવાથી ત્યાંના રાહદારીઓએ તરત જ 108ને ફોન કરતાં ડુંગરી 108 ઇએમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ રજની પટેલે તરત જ ઘટના સ્થળે પહોંચી દર્દીને એમ્બ્યુલન્સમાં લઈ ડ્રેસિંગ કરી લોહી અટકાવ્યું હતું. ત્યારબાદ ઇઆરસીપી ડો.કૃષ્ણ મેડમના કહેવા મુજબ ઓક્સિજન જરૂરી ઇન્જેક્શન બોટલ લગાવી સારવાર આપતા વલસાડની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
વલસાડમાં ધાબા પરથી નીચે પટકાતા 7 વર્ષના બાળકનું મોત
વલસાડ : વલસાડમાં મકરસંક્રાંતિની આગલી સંધ્યાએ ધાબા પર પતંગ ચગાવવા વડિલો સાથે ચઢેલા 7 વર્ષના એક બાળકનું આકસ્મિક રીતે ટેરેસ પરથી નીચે પડી જતાં તેનું મોત નિપજ્યું હતુ. જેના પગલે સમગ્ર વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. વલસાડ ખાટકીવાડીમાં ખુશ્બુ એપાર્ટમેન્ટમા રહેતા પરવેઝ શેખનો 7 વર્ષનો પુત્ર 13મી જાન્યૂઆરીના રોજ તેમની ટેરેસ પર પતંગ ચગાવવા ચઢ્યો હતો. જ્યાં તે રમતો રમતો કોઇ સંજોગોમાં ટેરેસની નીચે પટકાયો હતો અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે તેને વલસાડની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેની સારવાર કરાઇ હતી, પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.