Dakshin Gujarat

વલસાડ હાઇવે પર વાહન અકસ્માતમાં વાપીના ભંગારના વેપારીનું મોત

વલસાડ : વલસાડ નજીક હાઇવે( Valsad Highway) પર વાપીના (Vapi) એક ભંગારના વેપારી(scrap dealer) ની બાઇકને કોઇ અજાણ્યો વાહન ચાલક ટક્કર (vehicle ) મારી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં(In accident) ભંગારના વેપારીનું ઘટના સ્થળે જ મોત (death) નિપજ્યું હતુ.

વેપારી વાપી જીઆઇડીસીમાં ભંગાર લેવા આવી રહ્યો હતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વાપી કચીગામ રોડ પર ભંગારનો વેપાર કરતો અબ્દુલ શકુર મોહમદવસી ખાન (ઉ.વ.43) આજરોજ ગુંદલાવ જીઆઇડીસીમાં ભંગાર લેવા આવી રહ્યો હતો. એ દરમિયાન સવારના સમયે કોઇ અજાણ્યો વાહન ચાલક તેની બાઇકને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. આ અકસ્માતમાં અબ્દુલ શકુર મોહમદ વસી ખાનનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટના સંદર્ભે તેના ભાઇ મોહમદ રફીએ વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંડરપાસના રસ્તામાં ગાબડાઓ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે અંડરપાસમાં વરસાદના બીજા રાઉન્ડની સામાન્ય શરૂઆતમાં રેલવે અંડરપાસના રસ્તામાં ગાબડાઓ પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે અંડરપાસમાં વરસાદી પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી. જેને લઈને લોકફાળો ઉઘરાવીને કરવામાં આવેલું સમારકામ ગણતરીના દિવસોમાં ફરી જર્જરિત રસ્તો બનતા વાહનચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ભિલાડ રેલવે અંડર પાસમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આજ પરિસ્થિતિ રહેશે તેમ ભિલાડ ગામના અગ્રણીઓ જણાવી રહ્યા છે.

રેલવે અંડરપાસમાં ફરી ખાડા પડી જતા વાહનો ફસાયા
ભિલાડ રેલવે અંડર પાસના જર્જરિત રસ્તા રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજે લાખો રૂપિયા ખર્ચે ભિલાડ રેલવે અંડરપાસ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરીને રેલવે અંડરપાસને રીપેરીંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. રેલવે અંડરપાસની રીપેરીંગ કામ પૂર્ણ થતાં વાહન ચાલકોમાં માટે રેલવે અંડરપાસ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બીજા રાઉન્ડના વરસાદમાં ફરી પરિસ્થિતિ હતી તેંના કરતા ખરાબ થતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રેલવે અંડરપાસમાં ફરી ખાડા પડી જતા વાહન ચાલકોના વાહનો ફસાયા હતા. ભીલાડ ફાટક અને ભિલાડથી સરીગામ બાયપાસ પર આવેલા રસ્તાની હાલત ખૂબ દયનીય બની છે.

Most Popular

To Top