Vadodara

MS યુનિવર્સિટીમાં બે જગ્યાએથી શરાબની ખાલી બોટલ અને દેશી દારૂની પોટલીઓ મળી આવી

વડોદરા: વડોદરાની (Vadodara) એમએસ યુનિવર્સિટી (MSU) હેડ ઓફિસ પાછળ અને સયાજી ભુવન પાસેના મેદાનમાં વિદેશી શરાબની ખાલી બોટલો અને દેશી દારૂની (Alcohol) ખાલી પોટલીઓ મળી આવતા વધુ એક વખત યુનિવર્સિટીની સિક્યુરિટી (Security) સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે દારૂની મહેફિલ કોણે માણી હશે એ પણ એક મોટો સવાલ છે ?

વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બુધવારે દિવસ દરમિયાન બનેલી વિવિધ ઘટનાઓને લઈ વિવાદમાં જોવા મળી હતી. અગાઉ યુનિવર્સિટીમાં છેડતી મારામારી બહારના તત્વો નો પ્રવેશ સહિતની વિવિધ ઘટનાઓએ લઈ યુનિવર્સિટી વિવાદોમાં સપડાયેલી જોવા મળી હતી ત્યારે વધુ એક વખત યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ખાલી પોટલીઓ અને વિદેશી શરાબની ખાલી બોટલો મળી આવતા સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા હતા.

એમએસ યુનિવર્સિટી ની હેડ ઓફિસ પાછળ ખુલ્લી જગ્યા માંથી વિદેશી શરાબની બોટલો અને દેશી દારૂની ખાલી થેલીઓ અને સયાજીભુવન નજીક ખુલ્લામાં પણ ખાલી દારૂની બોટલો મળી આવી હતી. ત્યારે રાત્રિ દરમિયાન અહીં કોણ દારૂની મહેફિલ માણતું હશે ? જ્યારે સિક્યુરિટીની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.આ અંગે પીઆરઓ લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે. આ પ્રકારની ખાલી બોટલો અહીંયા કેમ્પસમાં આ પ્રકારે પડી હોવી એ તો ખૂબ જ દુઃખદ ઘટના છે. પરંતુ એની સાથે સાથે સિક્યુરિટી અને વિજિલન્સને અગાઉ અમે કીધું હતું કે આપ એક સર્ચ અને રાઉન્ડ મારતા રહો. પણ ક્યાંક એવી રીતે આ ખાલી બોટલો મળી આવી છે શું કોઈ બહારથી મૂકી ગયું છે અથવા તો અહીંયા કોઈ બેઠેલું હતું એની પણ સીસીટીવી વગેરે સર્વેલન્સથી અથવા તો મેન્યુઅલ સર્વેલન્સથી મદદ લઈ અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

હર હંમેશ આવી કોઈ પણ ઘટનાઓ હોય છે. ત્યારે યુનિવર્સીટીના જીરો ટોલરન્સની નીતિ આ બાબતે અપનાવી રહી છે અને એને ધ્યાનમાં રાખીને આવી કોઈ પણ ઘટના ચલાવી નહીં લેવાય એટલે સિક્યુરિટી ને પણ તાકીદ આપવામાં આવશે અને જરૂર પડે તો રોટેશન પણ વધારી આવી ઘટના ફરીથી ન સામે આવે અને ન બને એની યુનિવર્સિટી કાળજી લેશે. આ બાબતની યુનિવર્સિટી જીરો ટોલરન્સની નીતિ અપનાવે છે અને ભૂતકાળમાં પણ આવા કેટલાક આપણને આ પ્રકારે વસ્તુ સાથે પકડાયા છે એમને આપણે રસ્ટીકેટ પણ કરેલા છે અને યુનિવર્સિટી જે જીરો ટોલરન્સની નીતિ છે એને જ આમાં આગળ ફોલો કરીશું કોઈપણ સંજોગોમાં આ સાંખી નહીં લેવાય એવું કૃત્ય નથી.

Most Popular

To Top