તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડેને એક સમીટનું આયોજન કર્યું છે, જેનો વિષય ‘સમીટ ફોર ડેમોક્રેસી’એટલે કે, ‘લોકશાહી સંદર્ભે સમીટ’એવો છે. બાઇડનની પોતાની વિદેશનીતિ સંદર્ભે, આ કૉન્ફરન્સને ખૂબ મોટું મહત્ત્વ છે. અત્યારે જ્યારે સમગ્ર વિશ્વમાં સત્તાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે, રશિયા-યુક્રેન યુદ્ધે એક સમયની મહાસત્તા રશિયાની મુઠ્ઠી ખોલી નાખી છે, ચીન અને રશિયા વધુ નજીક આવ્યા છે, તેની સાથોસાથ નાટો સાથે જોડાયેલ હંગેરી અને તુર્કી રશિયાને ટેકો આપી રહ્યા છે, તેવે સમયે વિશ્વમાં લોકશાહી આધારિત ગુણવત્તા સમીકરણો આવનાર સમયમાં ક્યાં લઇ જશે, તે આ ચર્ચાનો મુખ્ય મુદ્દો બની રહે તેવી પૂરી સંભાવનાઓ છે.
આવનાર અઠવાડિયે યોજાનાર આ કૉન્ફરન્સમાં બાઇડેને ૧૨૦ દેશોને નિમંત્રણ આપ્યું છે. આ નિમંત્રિત દેશોની યાદીમાં યુક્રેન-રશિયા સંઘર્ષ દરમિયાન રશિયાના વડા પુટિનને પોતાના મિત્ર ગણીને ટેકો આપનાર તુર્કી અને હંગેરીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તુર્કી અને હંગેરી બંને દેશો નાટો સંગઠન સાથે જોડાયેલા છે છતાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અમેરિકાએ આ વર્તન થકી તુર્કી અને હંગેરી પુતિન સાથે દોસ્તી રાખે છે તે બહાને આ વૈશ્વિક સમીટમાંથી એમને બાકાત રાખીને પોતાની નારાજગીનો સંદેશ આપી દીધો છે.
આના પરિણામ સ્વરૂપે નિષ્ણાત એવું માની રહ્યા છે કે, અમેરિકા સાથેના તુર્કી અને હંગેરીના સંબંધો વધુ તણાવપૂર્ણ બનશે. આને પરિણામે નાટોમાં તિરાડ પડશે એમાં કોઈ શંકા નથી. વિદેશનીતિ અંગેનો આ અહેવાલ આ સમીટ માટે કામ કરતા અમેરિકન અધિકારીઓનો હવાલો આપીને તરતો મૂકવામાં આવ્યો છે. વિશ્વભરમાં લોકશાહી મજબૂત બને અને સરમુખત્યારશાહી વ્યવસ્થાઓ પર કાબૂ આવે તે આ સમીટનો મુખ્ય હેતુ છે.
તુર્કી અને હંગેરીને ગયા વર્ષે પણ અમેરિકન પ્રમુખના આ પ્રકારના અણગમાનો સામનો કરવો પડ્યો હતો. જેના ઘાવ ઉપર મીઠું ભભરાવવાનું કામ બાઇડેનનો આ વખતનો નિર્ણય કરશે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા અને તુર્કી તેમજ હંગેરી વચ્ચેના મતભેદો વધુ તીવ્ર બનીને સપાટી પર આવ્યા છે, એનું મુખ્ય કારણ તુર્કી અને હંગેરી નાટોના સભ્ય હોવા છતાં એમણે બાકીના સભ્યો સાથે એક સૂરમાં વાત કરીને યુક્રેન ઉપર રશિયાના આક્રમણને વખોડી કાઢ્યું નથી, જેને કારણે અમેરિકા નારાજ થયું.
હંગેરીના શાસને યુરોપિયન યુનિયન દ્વારા રશિયા પર મૂકવામાં આવેલ પ્રતિબંધોને ટેકો નથી આપ્યો એ ઘણું સૂચક છે. આજે પણ હંગેરી તેની જરૂરિયાતનો ૮૦ ટકા કુદરતી ગૅસ રશિયા પાસેથી આયાત કરે છે. એ યાદ રાખવું જોઈએ કે ગઈ સાલ અમેરિકન પ્રમુખ જૉ બાઇડેને હંગેરીને ‘એકાધિકારવાદી’ ગણી તેની સખત ઝાટકણી કાઢી હતી. આ જ રીતે તુર્કીએ પણ રશિયા સાથેના પોતાના સંબંધો ઘટાડવા અંગે સ્પષ્ટ નનૈયો ભણ્યો છે.
તુર્કીએ ફિનલેન્ડ અને સ્વીડનના નાટોમાં પ્રવેશ અંગે અવરોધો ઊભા કર્યા હતા. છેવટે તાજેતરમાં જ તુર્કીની સંસદે નાટોમાં ફિનલેન્ડના જોડાણને બહાલી આપી હતી, જો કે તેણે હજુ પણ સ્વીડનની અરજીને મંજૂરી આપી નથી. ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડ અને સ્વીડને રશિયાના યુક્રેન પરના આક્રમણ પછી નાટોના સભ્યપદ માટે અરજી કરી છે. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્વીડન પણ ટૂંક સમયમાં નાટોમાં જોડાશે.
દુનિયામાં એવા ઘણા દેશો છે, જ્યાં કહેવાતી લોકશાહી હોવા છતાં એનું ગળું ઘૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમેરિકાના ધ્યાનમાં આ નહીં હોય એવું ન બને પણ તુર્કી અને હંગેરીના કિસ્સામાં તેઓ નાટોના સભ્ય હોવાથી બાઇડન એડમિનિસ્ટ્રેશને આવો તીવ્ર પ્રત્યાઘાત આપ્યો હોય તો નકારી શકાય તેમ નથી. જોઈએ, આનું શું પરિણામ આવે છે તે. ભારતીય લોકતંત્ર માટે પણ કેટલાક સૂચિતાર્થો સીધી અથવા આડકતરી રીતે આ ચર્ચાઓ દરમિયાન આવી શકે છે. ડૉ. જયનારાયણ વ્યાસ- આલેખમાંપ્રગટથયેલાંવિચારોલેખકનાંપોતાનાછે.
તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડેને એક સમીટનું આયોજન કર્યું છે, જેનો વિષય ‘સમીટ ફોર ડેમોક્રેસી’એટલે કે, ‘લોકશાહી સંદર્ભે સમીટ’એવો છે. બાઇડનની પોતાની વિદેશનીતિ સંદર્ભે, આ કૉન્ફરન્સને ખૂબ મોટું મહત્ત્વ છે. અત્યારે જ્યારે સમગ્ર વિશ્વમાં સત્તાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે, રશિયા-યુક્રેન યુદ્ધે એક સમયની મહાસત્તા રશિયાની મુઠ્ઠી ખોલી નાખી છે, ચીન અને રશિયા વધુ નજીક આવ્યા છે, તેની સાથોસાથ નાટો સાથે જોડાયેલ હંગેરી અને તુર્કી રશિયાને ટેકો આપી રહ્યા છે, તેવે સમયે વિશ્વમાં લોકશાહી આધારિત ગુણવત્તા સમીકરણો આવનાર સમયમાં ક્યાં લઇ જશે, તે આ ચર્ચાનો મુખ્ય મુદ્દો બની રહે તેવી પૂરી સંભાવનાઓ છે.
આવનાર અઠવાડિયે યોજાનાર આ કૉન્ફરન્સમાં બાઇડેને ૧૨૦ દેશોને નિમંત્રણ આપ્યું છે. આ નિમંત્રિત દેશોની યાદીમાં યુક્રેન-રશિયા સંઘર્ષ દરમિયાન રશિયાના વડા પુટિનને પોતાના મિત્ર ગણીને ટેકો આપનાર તુર્કી અને હંગેરીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તુર્કી અને હંગેરી બંને દેશો નાટો સંગઠન સાથે જોડાયેલા છે છતાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી. અમેરિકાએ આ વર્તન થકી તુર્કી અને હંગેરી પુતિન સાથે દોસ્તી રાખે છે તે બહાને આ વૈશ્વિક સમીટમાંથી એમને બાકાત રાખીને પોતાની નારાજગીનો સંદેશ આપી દીધો છે.
આના પરિણામ સ્વરૂપે નિષ્ણાત એવું માની રહ્યા છે કે, અમેરિકા સાથેના તુર્કી અને હંગેરીના સંબંધો વધુ તણાવપૂર્ણ બનશે. આને પરિણામે નાટોમાં તિરાડ પડશે એમાં કોઈ શંકા નથી. વિદેશનીતિ અંગેનો આ અહેવાલ આ સમીટ માટે કામ કરતા અમેરિકન અધિકારીઓનો હવાલો આપીને તરતો મૂકવામાં આવ્યો છે. વિશ્વભરમાં લોકશાહી મજબૂત બને અને સરમુખત્યારશાહી વ્યવસ્થાઓ પર કાબૂ આવે તે આ સમીટનો મુખ્ય હેતુ છે.
તુર્કી અને હંગેરીને ગયા વર્ષે પણ અમેરિકન પ્રમુખના આ પ્રકારના અણગમાનો સામનો કરવો પડ્યો હતો. જેના ઘાવ ઉપર મીઠું ભભરાવવાનું કામ બાઇડેનનો આ વખતનો નિર્ણય કરશે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા અને તુર્કી તેમજ હંગેરી વચ્ચેના મતભેદો વધુ તીવ્ર બનીને સપાટી પર આવ્યા છે, એનું મુખ્ય કારણ તુર્કી અને હંગેરી નાટોના સભ્ય હોવા છતાં એમણે બાકીના સભ્યો સાથે એક સૂરમાં વાત કરીને યુક્રેન ઉપર રશિયાના આક્રમણને વખોડી કાઢ્યું નથી, જેને કારણે અમેરિકા નારાજ થયું.
હંગેરીના શાસને યુરોપિયન યુનિયન દ્વારા રશિયા પર મૂકવામાં આવેલ પ્રતિબંધોને ટેકો નથી આપ્યો એ ઘણું સૂચક છે. આજે પણ હંગેરી તેની જરૂરિયાતનો ૮૦ ટકા કુદરતી ગૅસ રશિયા પાસેથી આયાત કરે છે. એ યાદ રાખવું જોઈએ કે ગઈ સાલ અમેરિકન પ્રમુખ જૉ બાઇડેને હંગેરીને ‘એકાધિકારવાદી’ ગણી તેની સખત ઝાટકણી કાઢી હતી. આ જ રીતે તુર્કીએ પણ રશિયા સાથેના પોતાના સંબંધો ઘટાડવા અંગે સ્પષ્ટ નનૈયો ભણ્યો છે.
તુર્કીએ ફિનલેન્ડ અને સ્વીડનના નાટોમાં પ્રવેશ અંગે અવરોધો ઊભા કર્યા હતા. છેવટે તાજેતરમાં જ તુર્કીની સંસદે નાટોમાં ફિનલેન્ડના જોડાણને બહાલી આપી હતી, જો કે તેણે હજુ પણ સ્વીડનની અરજીને મંજૂરી આપી નથી. ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડ અને સ્વીડને રશિયાના યુક્રેન પરના આક્રમણ પછી નાટોના સભ્યપદ માટે અરજી કરી છે. નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટનબર્ગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સ્વીડન પણ ટૂંક સમયમાં નાટોમાં જોડાશે.
દુનિયામાં એવા ઘણા દેશો છે, જ્યાં કહેવાતી લોકશાહી હોવા છતાં એનું ગળું ઘૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમેરિકાના ધ્યાનમાં આ નહીં હોય એવું ન બને પણ તુર્કી અને હંગેરીના કિસ્સામાં તેઓ નાટોના સભ્ય હોવાથી બાઇડન એડમિનિસ્ટ્રેશને આવો તીવ્ર પ્રત્યાઘાત આપ્યો હોય તો નકારી શકાય તેમ નથી. જોઈએ, આનું શું પરિણામ આવે છે તે. ભારતીય લોકતંત્ર માટે પણ કેટલાક સૂચિતાર્થો સીધી અથવા આડકતરી રીતે આ ચર્ચાઓ દરમિયાન આવી શકે છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.