નવી દિલ્હી : યુંક્રેનનું (Ukraine) ખોરસોન (Khorson) શહેરને અનેક ઘાવો અને જખમો લાગ્યા હોવા છતાં તે આગામી ક્રિસમસની (Christmas) તૈયારીઓમાં લાગ્યું હતું. લોકો આ ઉત્સવને (Celebration) લઇને અને તેની ખુશીઓ માનવાવા આતુર હતા જેથી તેમના જુના ઘાવોમાંથી તેઓ બહાર આવી શકે.આ તહેવારને લઈને ખરીદી કરવા માટે તેઓ બજારોમાં પણ ઉમટ્યા હતા. પણ આ દરમ્યાન રૂસે જે કર્યું તેની કલ્પના પણ કોઈએ સુદ્ધા ન હતી કરી. બીજી બાજુ દુકાનદારોએ તેમની દુકાનો પણ ખરીદીને લઇ સજાવી હતી જોકે આ ક્રિસમસનો ઉત્સવ અહી માતમમાં ફેલાઈ જવા પામ્યો હતો. ક્રિસમસની તૈયારી વાળા સ્થળ ઉપર રશિયાએ ભારે બોમ્બમારો કરી દેતા ઘટનાસ્થળે 7 લોકોના મોત થઇ ગયા હતા. 16ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે તો 58 લોકો ઘાયલ થઇ ગયા છે. અને આ સાથે જ યુંક્રેનના ઘા ફરી તાજા થઇ ગયા છે. યુંક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીએ આ ઘટનાને રશિયા તરફથી કરવામાં આવેલું આંતકવાદી કૃત્ય કહ્યું છે.
સાત લોકો માર્યા ગયા અને 58 અન્ય ઘાયલ
રશિયન સૈનિકોએ શનિવારે દક્ષિણ યુક્રેનિયન શહેર ખેરસન પર ગોળીબાર કર્યો હતો. જેમાં સાત લોકો માર્યા ગયા અને 58 અન્ય ઘાયલ થયા હતા. વોશિંગ્ટનના પ્રવાસેથી પરત ફર્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યું હતું.અને કહ્યું હતું કે આ હુમલો એવા સમયે કરવામાં આવ્યા હતા જ્યારે લોકો ક્રિસમસની તૈયારીમાં વ્યસ્ત હતા. ઝેલેન્સકીએ ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે ખેરસોનમાં વાસ્તવિક જિંદગી છે.મૂર્તિઓમાં આગ લાગતી કાર સળગી રહી હતી અને શેરીમાં મૃતદેહો અને મકાનની બારીઓના કાચ વિખેરાયેલા જોવા મળી રહ્યા હતા.
આગલા દિવસના ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા
શનિવારે રશિયન આક્રમણના 10 મહિના પૂર્ણ થયા છે. આ પહેલા શનિવારે દોનેટ્સકના ગવર્નર પાવલો કિરીલેન્કોએ જણાવ્યું હતું કે આગલા દિવસના ગોળીબારમાં બે લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. આ મૃત્યુ દોનેટ્સકમાં થયો છે. આ શહેરમાં લગભગ 20,000 લોકો રહે છે. અને આ શહેર પહેલેથી રશિયન-નિયંત્રિતમાં છે જે ડોનેટ્સકથી 30 કિમી પશ્ચિમમાં છે.
નીકોપોલ શહેરમાં રાત્રે લગભ 60 થી વધુ બોમ્બ ઝીકાયા
નીકોપોલ શહેરમાં રાત્રે લગભ 60 થી વધુ બોમ્બ ઝીકવામાં આવ્યા હતા. આહી શહેરની બહાર વસેલી વસ્તી સ્ટેપનમાં પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે આ હુમલા બાદ પણ ઝેલેસ્કીએ તેની મક્કમતા દાખવીને કહ્યું હતું કે યુંક્રેન આવા હુમલાઓથી ડરશે નહિ.નાગરિકોને નિશાન બનવી રશિયા આતંકવાદ ફેલવવાનું કામ કરે છે..