Vadodara

પુમા કંપનીના ડુપ્લિકેટ ઘડિયાળ અનેપર્સનું વેચાણ કરનાર બે વેપારી ઝડપાયા

વડોદરા: શહેરના કલામંદિરના ખાંચામાં અને ગાંધીનગરગૃહ પાસે પુમા કંપનીના નામે ડુપ્લીકેટ ઘડિયાળ અને પર્સનું વેચાણ બે દુકાનોમાં ખાનગી કંપનીએ સીટી પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા હતા. જેમાં ઘડિયાળ તથા પર્સ મળી 35 હજારના મુદ્દામાલ સાથે બંને વેપારીઓની અટકાયત કરાઇ છે. હરિયાણાની પુમા કંપનીના કોપીરાઇટના રક્ષણ માટેની કામગીરી કરે છે. કંપનીને જાણવા મળ્યું હતું કે,વડોદરા કલામંદિરના ખાચા પાસેના સીટી પોઇન્ટની શ્રી ગણેશ ટાઈમ નામની દુકાનમાં પૂમા કંપનીના ડુપ્લિકેટ માર્કવાળા પેકિંગમાં ઘડિયાળનું વેચાણ થઇ રહ્યું છે.

જેથી કંપનીના માણસોએ સીટી પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી દરોડા પાડ્યા હતા.દુકાન સંચાલક સતીશ અશોકકુમાર બુલચંદાણી (રહે.એકદંત વ્યૂહ સોસાયટી, ખોડીયાર નગર)ને ઝડપી પાડી પુમા કંપનીની ડુપ્લિકેટ રૂ.25,200નની 252 નંગ ઘડિયાળ કબજે કરી હતી. જ્યારે ગાંધીનગર ગૃહ ખાતેની ગાયત્રી પ્લાઝામાં સાંઈ ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડો પાડી દુકાન સંચાલક હિતેશ રમેશભાઈ બનાની ( રહે. સ્વાદ કવોટર્સ, હરણી રોડ ) ને ઝડપી પાડી દુકાનમાંથી પુમા કંપનીના માર્કાવાળા ડુપ્લીકેટ રૂ.10,500ના 105 નંગ પર્સ મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોપીરાઇટ એકટ ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top