56ની છાતીવાળા અને હંમેશા જ સત્ય વાત ઉજાગર કરનાર નીતિન ગડકરીએ કોઈની પણ શેહશરમ રાખ્યા વિના જાહેર સભામાં જણાવ્યું કે ‘‘ખામીયુક્ત રસ્તાના બાંધકામ કરનારાઓને બિનજામીનપાત્ર ગુનો બનાવવો જોઈએ. રોડ કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને રોડ એક્સીડન્ટ માટેની જવાબદારી ઠેરવી સજા કરવી જોઈએ. ધન્યવાદ આવા નેતાઓને, આવી બનતી ઘટના છેવટ તો રોડ- રસ્તા કે બ્રીજની ઘટનાથી પ્રજા જ સહન કરી રહી છે.
પ્રજાના પરસેવાનાં લાખો-કરોડો આવાં તત્ત્વો રૂ. ભ્રષ્ટાચાર કરી હજમ કરી જાય છે. 2023માં પાંચ લાખ માર્ગ અકસ્માતો થયા. કેટલાયની જાન-હાનિ થઈ. પરંતુ પ્રજાએ કદીક સાંભળ્યું છે કે રોડ કે બ્રીજ બનાવનારા કોન્ટ્રાક્ટરો કે એન્જિનિયરોને આટલા વર્ષની સજા થઈ? ડો. બાબાસાહેબ આંબેડકરનું બહુ પ્રચલિત વિધાન સાચું જ કહે છે કે કોઈ પણ સમાજને પછાત જ રાખવો હોય તો આ સમાજને શિક્ષણથી વંચિત જ કરી દો’’ શું ભારતની પ્રજા આ બધું ક્યારે સમજી શકશે? પરંતુ ના ભાઈ, ભારતીય પ્રજામાં આ બધું કહેવાની ખરેખર તો હિંમત જ રહી નથી.
બસ સહન કર્યે જ જાય છે અને સરકાર પણ નિત-નવાં આયોજન પર આયોજન કર્યે જ જાય છે, જેથી પ્રજાનું પોતાનું ધ્યાન મોંઘવારી કે બેરોજગારી જેવા પ્રાણપ્રશ્નો માટે અવાજ ઉઠાવવાનો સમય જ ન રહે. મોંઘવારી કે બેરોજગારીની ચુંગાલમાં પ્રજા એવી પીસાઈ રહી છે કે આજનો યુવાન સાંજ પડતાં ઘરે રોટલા મળશે કે કેમ ની ફિકરમાં અહીં તહીં ભટકી માંડ દિવસ પૂરો કરે છે. એમાં પણ એલએન્ડટીના ચેરમેન સુબ્રમણ્યમે કામના કલાકો- અઠવાડિયામાં 90 કરવા ઉપર ભાર મૂક્યો. લ્યો બોલો! ફાયદો કામદારોને થાય કે ઉદ્યોગપતિઓને.
નવસારી – એન. ગરાસિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જાણી બુઝીને દારૂબંધીને નિષ્ફળ બનાવાઈ રહી છે
પુરવઠા અધિકારી રાજકર્તાઓ પોલીસ અધિકારીઓ રોકાણ કરનારાઓ, બેરોજગારી, બાળ મજૂરોનો ખેપિયામાં ઉપયોગ આવા મીની ઉદ્યોગકારો ચોથા વર્ગમાં વાર તહેવાર લ્હાણીથી મોં બંધ કરવામાં આવે છે.રાજ્યશ્રી આબકારીની આવક ઉપરોક્ત વર્ગ લે છે. સાયકલ કરનારે ફોર વ્હીલ બંગલા બાળકો વિદેશમાં વિહરે છે. ઉપરોક્ત માનસિક અને આર્થિક ગુનેગારોથી કેમીકલ અને બગડેલા ગોળ અને જાણી બુઝીને ખેડૂતોને ચોમાસામાં ખુલ્લામાં અનાજ સડાવી દે છે.
સુરત – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
