World

ટ્રમ્પના અધિકારીઓએ ઈરાન પર હુમલાની યોજના જણાવી, ઇરાને કહ્યું- જો હુમલો કરવામાં આવશે તો..

છેલ્લા બે અઠવાડિયાથી ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો ચાલી રહ્યા છે. દરમિયાન અમેરિકન અધિકારીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સામે સંભવિત લશ્કરી હુમલાના વિકલ્પો વિશે માહિતી આપી છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ જો ઈરાની સરકાર વિરોધીઓ સામે કાર્યવાહી કરે છે તો ટ્રમ્પ લશ્કરી કાર્યવાહી કરવાનું ગંભીરતાથી વિચારી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી.

ટ્રમ્પે શનિવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઈરાન પહેલા ક્યારેય નહીં મળે તેવી સ્વતંત્રતાની રાહ જોઈ રહ્યું છે. અમેરિકા મદદ કરવા તૈયાર છે. ઈરાન કદાચ પહેલા કરતાં વધુ સ્વતંત્રતાની નજીક છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકા તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે.

દરમિયાન ઈરાનના સંસદના અધ્યક્ષ, મોહમ્મદ બાઘર કાલિબાફે રવિવારે ચેતવણી આપી હતી કે જો અમેરિકા અથવા ઇઝરાયલ ઈરાન પર હુમલો કરશે તો બંને કડક જવાબ આપશે. ઈરાની સંસદના સ્પીકરે રવિવારે ચેતવણી આપી હતી કે જો અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી અનુસાર ઈસ્લામિક રિપબ્લિક પર હુમલો કરશે તો અમેરિકન સૈન્ય અને ઇઝરાયલ કાયદેસરના લક્ષ્યો હશે. મોહમ્મદ બાગેર કાલિબાફની ટિપ્પણીઓ સૂચવે છે કે ઈરાન પર હુમલા બાદ તેમણે ઈઝરાયલને સંભવિત લક્ષ્યોની યાદીમાં સામેલ કર્યું છે.

ઈરાની સંસદના પોડિયમ પરથી કટ્ટરપંથી નેતા કાલિબાફે આ ધમકી આપી હતી ત્યારે આપી જ્યારે કાયદા ઘડનારાઓએ “અમેરિકા મુર્દાબાદ” ના નારા લગાવ્યા હતા. નોંધપાત્ર રીતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન માટેની તેમની યોજનાઓ વિશે એક મોટો સંકેત આપ્યો હતો. યુએસ સૈન્યએ રવિવારે ઈરાન પર હુમલો કરવાના સંભવિત વિકલ્પો વિશે તેમને માહિતી આપી હતી.

યુએસ હુમલાના ભયને કારણે ઇઝરાયલ હાઇ એલર્ટ પર
રોઇટર્સના અહેવાલ મુજબ ઈરાન પર સંભવિત યુએસ હુમલાની શક્યતાને કારણે ઇઝરાયલ હાઇ એલર્ટ પર છે. સપ્તાહના અંતે ઇઝરાયલી સુરક્ષા બેઠકોમાં હાજરી આપનારા ત્રણ લોકોને ટાંકીને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલ ઈરાનમાં સંભવિત યુએસ કાર્યવાહી માટે તૈયારી કરી રહ્યું છે.

Most Popular

To Top