Vadodara

સયાજીપુરા શાકમાર્કેટ અને હાથીખાના માર્કેટના વેપારીઓ પણ મતદાન કરી શકશે

વડોદરા : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજનાર હોય. ત્યારે ભારતીય જનતા પક્ષ તરફથી ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જેમાં શૈલેષ પટેલની આગેવાનીમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા. કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની પેપરલેસ કારોબારી બેઠક યોજવામાં આવી હતી. તેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પટેલ જાહેરાત કરી હતી કે ચૂંટણીમાં હવે સહકારી ક્ષેત્રે પણ મેન્ડેટ આપવામાં આવશે.તેની શરૂઆત કરી દેવામાં આવી હતી. ડેરી બાદ ની સૌથી મલાઈદાર સંસ્થા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજનાર છૅ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ની સુચના મુજબ સંકલન ની બેઠક યોજવામાં આવી હતી.

જેમાં સહકારી મંડળી વિભાગના 2 અને ખેડૂત વિભાગ ના 10 અને વેપારી વિભાગ ના 4 એમ 16 બેઠકો પર નામો જાહેર કરવામાં આવ્યા હતા અને ચૂંટણી ના ઉમેદવારોને  મેન્ડેટ આપવામાં આવ્યા હતા. ડભોઈના ધારાસભ્ય શૈલેષ (સોટ્ટા) મહેતા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલની ઉપસ્થિતિમાં મેન્ડેટ આપવામાં આવ્યા હતા. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની કાલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે 17 તારીખ ના રોજ મતદાન થશે અને ત્યારબાદ ૧૮મી સપ્ટેમ્બર ના રોજ મતગણતરી કરવામાં આવશે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનો એપીએમસી માં દબદબો છે. સામેના પક્ષમાં કોઈ પણ ઉમેદવારો બચ્યા જ નથી.

Most Popular

To Top