Vadodara

આજે શિવરાત્રી : શિવપરિવાર શિવભક્તોને મળવા નગરચર્યા કરશે

વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વડોદરા શહેરના હ્રદય સમાન સૂરસાગર તળાવ વચ્ચે વિદ્યમાન શ્રી સર્વેશ્વર મહાદેવની ૧૭.૫ કિલો સુવર્ણથી અભિનિવિષ્ટ ૧૧૧ ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. આજે નીકળનારી શિવજીકી સવારી શહેર ના વિવિધ રાજ માર્ગો પર ફરી ને શિવ પરિવાર વડોદરા ના શિવ ભક્તો ને દર્શન આપશે. અને વિવિધ વેશભૂષા પહેરીને સવારી મા ભારે આકર્ષણ જમાવશે. તેમજ ભોળાનાથ ના પ્રિય એવી ભૂતો ની ટોળકી અને શિવજી ના સંગીતમય ભજનો ની રમઝટ જોવા મળશે. વિવિધ વિસ્તારો મા શિવજી પરિવાર નું સ્વાગત ફૂલ વરસાવી આરતી કરી ને કરવામાં આવશે. આજે શિવરાત્રી હોવાથી શહેર ના 1100ઉપરાંત શિવ મંદિરો શણગારવા મા આવ્યા છે અને વહેલી સવાર થી જ શિવજી ના દર્શન માટે ભક્તો ની ભીડ જામેલી જોવા મળશે.શિવરાત્રીના પાવન પર્વથી વડોદરા ઉપરાંત સમગ્ર ગુજરાત માટે એક નવું દર્શનીય સ્થળ ઉભું થશે.

સૂરસાગર તળાવ પહેલા ચંદન તલાવડીના નામથી ઓળખાતું હતું અને પ્રાચીનકાળમાં ૧૮મી સદીમાં તેનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. અહીં ૧૯૯૫ સૂરસાગર તળાવમાં સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ કર્યું હતું. ત્યારથી આજ સુધી અનેક પ્રવાસીઓ અને ભાવિકો માટે આ સ્થળ દર્શનીય રહ્યું છે. વર્ષ ૨૦૦૨માં મહાશિવરાત્રિના દિવસે બી.એ.પી.એસ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી વડોદરા શહેરમાં વર્ષ ૨૦૧૩થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે. આ સ્વામીજીની પ્રેરણાથી આ પ્રતિમાને ૨૦૧૭માં સુવર્ણથી મઢવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

Most Popular

To Top