નવી દિલ્હી: તિહાર જેલમાં (Tihar Jail) મંગળવારનાં રોજ ગેંગસ્ટર સુનિલ ઉર્ફે ટિલ્લુ તાજપુરિયાની હત્યા (Murder) કરવામાં આવી હતી. જેના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે હુમલાખોરો બેડશીટના આધારે તિલ્લુ તાજપુરિયાના સેલમાં ઘૂસ્યા હતા અને તેઓએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ટિલ્લુનું મોત થઈ જાય છે. પોર્સ્ટ મોટમ કરતા જાણવા મળ્યું છે કે ટિલ્લુનાં શરીર પર 96 વખત વાર કરવામાં આવ્યાં હતાં.
શું હતો ઘટનાક્રમ?
સવારે 6.09 વાગ્યે જિતેન્દ્ર ગોગી ગેંગના ગુનેગારોએ ટિલ્લુ તાજપુરિયાની સેલમાં દખલ થયા હતા અને તેના ઉપર હુમલો કર્યો હતો. ટિલ્લુ પોતાનો જીવ બચાવવા માટે બેરકની અંદર ભાગે છે પણ બેરેકનો દરવાજો તે બંધ નથી કરી શકતો. આ પછી ગુનેગારો તેના ઉપર એક પછી એક તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરે છે. ટિલ્લુને બેરેકની બહાર ખેંચીને ઘસેડવામાં આવે છે અને ફરીથી તેની ઉપર હુમલો કરવામાંઆવે છે અને ટિલ્લુનું મોત થઈ જાય છે. પીએમ કરતા જાણવા મળ્યું છે કે ટિલ્લુના શરીર પર 96 વખત વાર કરવામાં આવ્યો હતો.
સુનિલ ઉર્ફે ટિલ્લુ તાજપુરિયા હાઈ સિક્યોરિટી જેલ તિહારમાં બંધ હતો. ચાર હુમલાખોરો – દીપક ઉર્ફે તેતર, યોગેશ ઉર્ફે ટુંડા, રાજેશ અને રિયાઝ ખાને તાજપુરિયા પર મંગળવારની વહેલી સવારે હુમલો કર્યો અને તેની હત્યા કરી હતી. ચારેય આરોપીઓ જિતેન્દ્ર ગોગી ગેંગના છે. ચારેય આરોપીઓને એક જ વોર્ડના પહેલા માળે રાખવામાં આવ્યા હતા. આ લોકોએ લોખંડની જાળી કાપીને ચાદરની મદદથી નીચે આવીને ટીલ્લુ તાજપુરિયા પર હુમલો કર્યો હતો અને આ મર્ડરને અંજામ આપ્યો હતો. ટિલ્લુ તાજપુરિયાએ જે અનોખી રીતે રોહિણી કોર્ટમાં જીતેન્દ્ર ગોગીની હત્યા કરાવી હતી એ જ અનોખી રીતે જિતેન્દ્ર ગોગી અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે તિહાર જેલમાં ટિલ્લુની હત્યા કરાવી હતી. જિતેન્દ્ર ગોગીને મારવા માટે શૂટર વકીલના વેશમાં રોહિણી કોર્ટમાં પહોંચ્યો હતો અને જજના રૂમમાં જ ગોગીની હત્યા કરવામાં આવી હતી.