Business

આ લક્ષણો ફોલિક એસિડની ઊણપનાં હોઈ શકે

  • ફોલિક એસિડ એ વિટામિન બી -૯ ‘ફોલેટ ‘નું રાસાયણિક સ્વરૂપ છે. ફોલિક એસિડ આપણા શરીરમાં નીચે પ્રમાણેનાં વિવિધ કાર્યો કરે છે.
  • DNAના બંધારણ માટે જરૂરી
  •  ગર્ભાવસ્થામાં બાળકની અંદરના જનીનિક બંધારણ અને વારસાગત લક્ષણોના વહન માટે ફોલિક એસિડ અગત્યનું પોષક તત્ત્વ છે.
  • રક્તકણોના ઉત્પાદન માટે જરૂરી
  •  ફોલિક એસિડની મદદથી લોહીમાં રક્તકણોનું નિર્માણ થાય છે.
  • પાચનતંત્રના સુયોગ્ય સંચાલન માટે જરૂરી 
  • ફોલિક એસિડની કમી પાચનતંત્રને મંદ કરી શકે છે જે કબજિયાતમાં પરિણમી શકે છે.
  • લક્ષણો
  • ો શરીરમાં ફોલિક એસિડની માત્રા ઘટી જાય તો નીચે મુજબનાં લક્ષણો જોવા મળી શકે.
  • – સ્વભાવમાં ચીડિયાપણું
  • – શ્વાસ ચડવો
  • – થાક લાગવો
  • – એકાગ્રતાનો અભાવ
  • – મોઢામાં ચાંદાં પડવાં
  • – ચામડી અને નખના રંગમાં ફેરફાર
  • – ધબકારા વધી જવા
  • કોને ફોલિક એસિડની ઊણપ સર્જાઈ શકે?
  • આલ્કોહોલનું વધુ પડતું સેવન કરતા લોકો
  • – સગર્ભા સ્ત્રીઓ
  • – એલર્જીને કારણે યોગ્ય પ્રમાણમાં બધો જ ખોરાક ન ખાઈ શકતાં લોકો
  • વધુ પડતાં ફોલિક એસિડના સેવનથી થતી આડઅસરો :
  • ચેતાતંત્રને નુકસાન
  •  રોજિંદી જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં લેવાયેલ ફોલિક એસિડ ચેતાતંત્રને નુકસાન કરી શકે છે .
  • વૃદ્ધાવસ્થાના માનસિક રોગો નાની ઉંમરે દેખા દે મોટેભાગે વૃદ્ધાવસ્થા આવતા ભૂલી જવું, ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ સર્જાતી હોય છે. ફોલિક એસિડના વધુ પડતાં સેવનને લીધે આ માનસિક સમસ્યાઓ થોડી વહેલી દેખાવા માંડે છે.
  • ગર્ભસ્થ શિશુમાં માનસિક વિકાસ ધીમો થઈ શકે
  • ો ગર્ભાવસ્થામાં વધુ પ્રમાણમાં ફોલિક એસિડ લેવામાં આવે તો બાળકનો માનસિક વિકાસ ધીમો થઈ શકે.
  • ગર્ભસ્થ શિશુમાં કરોડરજ્જુની સમસ્યા
  •  ડૉકટરની સૂચના વગર માત્ર એકબીજાની દેખાદેખીમાં કરેલાં વધુ પડતાં ફોલિક એસિડના સેવનથી કરોડરજ્જુની સમસ્યા ઊભી થઈ શકે છે જેને કારણે ‘સ્પાઈના બાયફ્રિડા’ નામની માંદગી થઈ શકે છે.
  • કેન્સરના રોગમાં વધારો
  • ્યારેક કેન્સરની ટ્રીટમેન્ટમાં ફોલિક એસિડનો ઉપચાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે પણ વધુ પડતાં ફોલિક એસિડને કારણે ક્યારેક કેન્સરનો રોગ વધી શકે એવું પ્રયોગો દ્વારા સાબિત થયું છે
  • આમ, ફોલિક એસિડની દવાઓનું આડેધડ સેવન કરવું નહિ.
  • ફોલિક એસિડ કયા
  • ખાદ્યપદાર્થોમાંથી મળી રહે?
  • ોલિક એસિડ નીચે દર્શાવેલ ખાદ્યપદાર્થોમાં સારા પ્રમાણમાં મળી આવે છે.
  • – બ્રોકોલી
  • – પાલક, મેથી,સરસવ જેવી લીલા પાંદડાંવાળી ભાજી
  • – કોબી, ફ્લાવર જેવાં શાક
  • – લીલા ચણા
  • -પાપડીનું શાક
  • – લીવર
  • – રાજમા
  • – સૂરજમુખીનાં બીજ અને અળસીનાં બીજ
  • ફોલિક એસિડની દવાઓ ગર્ભાવસ્થાના પ્રથમ મહિનાથી જ ડોકટરો દ્વારા શરૂ કરાવી દેવામાં આવે છે જેથી બાળકના વિકાસ માટે ,જનીનિક બંધારણ અને વારસાગત લક્ષણોના વહન માટે તથા માતાને એનિમિયા ન થાય તે માટે રેકમેન્ડ કરવામાં આવે છે.
  • ફોલિક એસિડનું કેટલું પ્રમાણ દિવસ દરમ્યાન જરૂરી?
  • દિવસ દરમ્યાન ફોલિક એસિડની જરૂરિયાત
  • સ્વસ્થ પુખ્ત વયની વ્યક્તિ              ૨૦૦ માઇક્રોગ્રામ
  • સગર્ભા સ્ત્રી                          ૫૦૦ માઇક્રોગ્રામ
  • ધાત્રી સ્ત્રી                           ૩૦૦ માઇક્રોગ્રામ
  • બાળકો                              ૮૦-૧૨૦ માઇક્રોગ્રામ

Most Popular

To Top