સદીનું સૌથી મોટું અને વર્ષનું બીજું ચંદ્રગ્રહણ (Lunar Eclipse) આ અઠવાડિયે જોવા મળશે. પૂર્ણિમાના દિવસે થનારું આ ગ્રહણ સવારે 11:34 થી શરૂ થશે અને સાંજે 5:33 વાગ્યે સમાપ્ત થશે. ખાસ વાત એ છે કે 580 વર્ષ બાદ આ પહેલીવાર છે જ્યારે સદીનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. 19 નવેમ્બરને શુક્રવારના (Firday) રોજ આ ગ્રહણ દેખાશે. છેલ્લી વખત આટલું લાંબુ આંશિક ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી, 1440ના રોજ થયું હતું અને હવે પછી આ દુર્લભ ગ્રહણ 8 ફેબ્રુઆરી, 2669ના રોજ જોવા મળશે.
આ ચંદ્રગ્રહણને ખંડગ્રાસ માનવામાં આવી રહ્યું છે, આવી સ્થિતિમાં સુતક સમયગાળો ત્યારે જ માન્ય છે જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ હોય, કારણ કે તે છાયા ચંદ્રગ્રહણ છે, તેથી સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને આસામના આત્યંતિક ઉત્તર-પૂર્વીય ભાગોમાંથી ચંદ્રોદય પછી થોડા સમય માટે તે દેખાશે. તે જ સમયે, સંપૂર્ણ ચંદ્રગ્રહણ અમેરિકા,(America) ઓસ્ટ્રેલિયા, (Australia) પૂર્વ એશિયા અને ઉત્તરીય યુરોપમાં (Europe) દેખાશે. આ સમય દરમિયાન ચંદ્ર લાલ (Red Moon) થઈ શકે છે.યુએસ (US) સ્પેસ (Space) એજન્સી નાસાએ (Nasa) કહ્યું કે 18 અને 19 નવેમ્બરે આંશિક ચંદ્રગ્રહણ થશે. આ દરમિયાન પૃથ્વીનો (Earth) પડછાયો ચંદ્ર (Moon) પર થોડા કલાકો સુધી રહેશે. જો હવામાન (Weather) સાનુકૂળ રહેશે, તો જ્યાંથી ચંદ્ર બહાર આવશે, ત્યાં તમને આ અદભૂત ખગોળીય નજારો જોવા મળશે. દરમિયાન પૌરાણિક કથા અનુસાર, જ્યારે રાહુ અને કેતુ ચંદ્રને પકડે છે, ત્યારે આ સ્થિતિમાં થોડા સમય માટે ચંદ્રગ્રહણ થાય છે.
રાશિચક્ર પર આવી અસર પડશે
આ ગ્રહણની ઘણી રાશિઓ પર ખરાબ તો કેટલીક રાશિઓ પર સારી અસર જોવા મળશે. ( Effect of Lunar Eclipse 2021 on Zodiac Signs). ગ્રહણ દરમિયાન વૃષભ રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. આ ચંદ્રગ્રહણ કારતક માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ વૃષભ અને કૃતિકા નક્ષત્રમાં થનારું છે. કૃતિકા નક્ષત્ર એ સૂર્ય (Sun) ભગવાનનું નક્ષત્ર છે જ્યારે વૃષભનો સ્વામી શુક્ર છે. આમ આ ગ્રહણ ચંદ્ર, સૂર્ય અને શુક્ર રાશિના લોકો પર વિશેષ અસર કરી શકે છે. આ સિવાય કર્ક, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર અને કુંભ રાશિના લોકો માટે મિશ્ર અસર જોવા મળી શકે છે. તે સાથે જ ચંદ્ર, સૂર્ય અને શુક્રથી પ્રભાવિત રાશિઓએ પણ ધ્યાન આપવું પડશે. તુલા, કુંભ અને મીન રાશિના જાતકો માટે ગ્રહણ શુભ સાબિત થઈ શકે છે અને કેરિયરમાં સારી સફળતા મળવાના ચાન્સ રહેશે. વેપારી માટે વિશેષ લાભ અને રોકાણ કરવા માટે પણ સારો સમય છે. મેષ, વૃષભ, સિંહ અને વૃશ્ચિક રાશિના લોકોએ ગ્રહણ દરમિયાન સાવધાની રાખવી પડશે. કારણ કે આ લોકો માટે ગ્રહણ સારું નથી.
ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાશે નહીં
સૌથી મહત્વની વાત એ છે કે આ ગ્રહણ નરી આંખે જોઈ શકાશે નહીં. ધાર્મિક દ્રષ્ટિકોણથી તે ગ્રહણનું મહત્વ માનવામાં આવે છે જે ખુલ્લી આંખે જોઈ શકાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકોને વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. આ પહેલા વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 26 મે 2021 અને સૂર્યગ્રહણ 10 જૂન 2021ના રોજ થયું હતું, જોકે બંનેની ભારતમાં આંશિક અસર જોવા મળી હતી. સૂર્યગ્રહણ 16 દિવસ પછી એટલે કે 4 ડિસેમ્બરે થશે.