મુંબઇ: ફેમસ કોમેડિયન કપિલ શર્મા તેમની શાનદાર કોમેડી માટે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. ફેમસ કોમેડિયન કપિલ શર્માએ અચાનક શો બંધ કરીને લોકોને ચોંકાવી દીધા હતા. જેથી તેમના ચાહકો દુખી થયા હતા પરંતુ તેમણે એક ખુશખબરી પણ આપી છે. પોતાના શો દ્વારા દર્શકોનું મનોરંજન કરનાર કપિલ ફરી એકવાર લોકોને હસાવવા માટે તૈયાર છે. થોડા સમય પહેલા તેમણે જાહેરાત કરી હતી કે તેઓ અને તેમની ટીમ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને હસાવવા જઈ રહી છે. ત્યારથી ચાહકો તેમના ઇન્ટરનેશનલ ટૂરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઇન્ટરનેશનલ કપિલ શર્મા ટૂર શરૂ થશે
જ્યારથી કપિલ શર્માએ પોતાનો શો ‘ધ કપિલ શર્મા શો’ બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારથી ફેન્સ ખૂબ જ દુઃખી હતા. જો કે આ સાથે કોમેડિયને તેમના ‘ઇન્ટરનેશનલ કપિલ શર્મા ટૂર’ ની પણ જાહેરાત કરી હતી. જેના માટે ચાહકો ઉત્સાહિત હતા. કપિલ શર્માથી તમામ ચાહકો ખુશ હતા કે હવે તેમનો ફેવરિટ કપ્પુ વિદેશમાં પણ કોમેડીનો રંગ જમાવવા જઈ રહ્યો છે. કપિલે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તે ‘ધ કપિલ શર્મા ટુર’ પર જવા માટે તૈયાર છે.
છેલ્લો એપિસોડ 23 જુલાઈએ પ્રસારિત થશે
કપિલ શર્માએ તાજેતરમાં ધ કપિલ શર્મા શોનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેમના પ્રવાસ પર જતા પહેલા તેમનો છેલ્લો એપિસોડ 23 જુલાઈના રોજ પ્રસારિત થશે. તેમણે અર્ચના પુરણ સિંહ સાથેના શો માટેના તેમના છેલ્લા ફોટોશૂટની એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું કે તે આ પ્રવાસમાં તેણીને મિસ કરશે કારણ કે અર્ચના પુરણ સિંહ યુએસ પ્રવાસનો ભાગ નથી. જ્યારે કપિલે અન્ય એક સારા સમાચાર પણ શેર કર્યા છે કે તે યુએસએથી યુકેનો આ પ્રવાસ કરશે. યુ.એસ.માં તેમના શો પછી તે તેમના ચાહકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખવા માટે યુકેમાં પણ તેમનો પ્રવાસ શરૂ કરશે.
શોમાં કૃષ્ણા અભિષેકની વાપસી જોવા મળી હતી
આ શોમાં તાજેતરમાં કૃષ્ણા અભિષેકની વાપસી જોવા મળી હતી. ક્રિષ્નાએ પહેલા પૈસાની સમસ્યાને કારણે શો છોડી દીધો હતો પરંતુ હવે તે સુધારેલી ફી સાથે પાછો ફર્યો છે. કપિલ શર્મા એરપોર્ટ પર બ્લેક કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. તેમને એરપોર્ટ પર જોઈને ત્યાં કપિલના ફેન્સ ઉત્સાહિત થઈ ગયા અને તેમની સાથે ઘણી બધી તસવીરો ક્લિક કરી હતી. કપિલના શોની વાત કરીએ તો તે હાલમાં તેની ચોથી સિઝન હતી.જે એપ્રિલ 2016માં લોન્ચ કરવામાં આવી હતી. વર્તમાન સિઝન સપ્ટેમ્બર 2022માં શરૂ થઈ હતી. કપિલે તાજેતરમાં ધ કપિલ શર્મા શોના તેના પ્રવાસ માટે શૂટિંગ પૂર્ણ કર્યું છે, જેનો છેલ્લો એપિસોડ 23 જુલાઈના રોજ પ્રસારિત થશે.