જાંબુઘોડા: જાંબુઘોડામાં ભાદરવો ભરપૂર કહેવત સાર્થક કરતો હોય એમ લાગે છે. જાંબુઘોડા સહિત સમગ્ર ચેરાપુંજી વિસ્તારમાં પાછલા બે ચાર દિવસથી ધીમી ધારે મેઘ વર્ષા થતાં નદી નાળાઓમાં સામાન્ય પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો જ્યારે ગત રાત્રિથી મુશળધાર વરસાદ થતાં આજુ બાજુના કોતરો માં પાણીની આવક વધતા સુખી નદીમાં પણ ભારે આવક થવા પામી હતી. જાંબુઘોડાના મુખ્ય પ્રવેશ દ્વારથી પસાર થતી સુખી નદીમાં પણ ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદને કારણે સુખી નદીએ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું.
ચોમાસાની સિઝનના અંતિમ ભાદરવા માસમાં મેઘરાજાએ પોતાનો અસલ મિજાજ બતાવતા આસપાસના નદી નાળા છલકાતા કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે જાંબુઘોડાથી કરા, ફુલપરી, તરફ જતા રામપુરા ગામે આવેલ નાળા ઉપર પાણી ફરી વળતા કલાકો સુધી આ રસ્તો બંધ રેહતા કરા ગામે આવેલ હાઇસ્કુલે જતા વિદ્યાર્થીઓ એ કલાકોની રાહ જોવી પડી હતી ત્યારે જાંબુઘોડા હાલોલ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ ઝબાન અને ભાટ ગામ વચ્ચે આવેલા કેરવન રીસોર્ટ પાસેથી પસાર થતા રોડ ઉપર પાણી ભરાતાં ત્યાં પણ કલાકો સુધી વાહન ચાલકોને પાણીનો પ્રવાહ ઓછો થાય તેની રાહ જોવી પડી હતી અને રોડ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભયારણ્ય જે ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે.
પંચમહાલ જિલ્લાના ચેરાપુંજીમાં ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાતા આજુબાજુમાં નદી નાળાઓ સહિત જાંબુઘોડાના મુખ્ય પ્રવેશ દ્વારેથી પસાર થતી સુખી નદીમાં ઘોડાપૂર પાણી આવતા ગ્રામજનો પણ બે કાંઠે વહેતી સુખી નદીને જોવા માટે ફુલ ફેમિલી સાથે ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. લાંબા સમય પછી સુખી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રજા ખુશ મિજાજ સાથે પોતાના સેલફોનમાં સેલ્ફી લઇ રહેલા જોવા મળ્યા હતા અને આજુ બાજુના વિસ્તારમાં ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા હતા જ્યારે નારૂકોટ ગામ પાસે કોતરના પાણીમાં ફસાયેલા કેટલાક પરિવારોને દોરડા બાંધી રેસ્ક્યું કરવામાં આવ્યા હતા તારે એવું કહેવામાં આવે છે કે ચાર કલાકમાં સાડા પાંચ ઈચ જેટલો વરસાદ જાંબુઘોડામાં નોધતા જાણે આ વિસ્તારમાં આભ ફાટ્યું હોય તેવો માહોલ વેહલી સવાર થી જ જોવા મળ્યો હતો,