Charchapatra

ઇઝરાઇલની સત્ય ઘટનાનો બોધ, યુવાનો દેશના દુશ્મનોને પડકારી શકે

એક વાર ઇઝરાઇલ દેશના પડોશી દેશ સાથે સતત 30 દિવસ યુધ્ધ ચાલતું રહ્યું. ઇઝરાઇલના સેનાપતિને તેમના દેશના પ્રધાનમંત્રીને ફોન કરી જાણ કરી કે ‘સર હમારે હજારો ફૌજી શહીદ હો ચૂકે હૈ! અબ હમારી સેના મેં કેવલ 40000 ફૌજી બચે હૈ. દુશ્મન કી સેના મેં લગભગ દો લાખ ફૌજી હૈ, યદિ યુધ્ધ ચલતા રહા તો હમારી હાર નિશ્ચિત હૈ, દુશ્મન દેશ અપને દેશ પે કબજા કરકે ઉસે અપના ગુલામ બના શકતા હૈ!’ આ મુશ્કેલી સમયને સમજીને પ્રધાનમંત્રીએ ટી.વી. પર માત્ર દેશના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા કે ડિયર સ્ટૂડન્ટસ હમારે હજારો ફૌજી યુધ્ધ મેં શહીદ હો ચૂકે હૈ! અબ સેના મેં કેવલ 40000 ફૌજી બચે હૈ! હમારી સેના પીછે હઠ રહી હૈ! દેશ ગુલામ હો સકતા હૈ!

આજ આપકા પરાક્રમ આપકા ખૂન, આપકા બલિદાન દેશ માંગ રહા હૈ! આજ રાત 11 બજે આપકે નિકટતમ રેલવે સ્ટેશન સે સ્પેશ્યલ રેલ ગાડી દેશ કી સીમા પર જાએગી! આપકો મેરી હાથ જોડ કર વિનંતી હૈ આપ કોપી, કિતાબ, કલમ છોડ કર, આપકો જો અસ્ત્ર-શસ્ત્ર મીલે ભાલા, બરછા, ગંડાસા, તલવાર, ગોલી બંદૂક ઉકસે લેકર યુધ્ધભૂમિ પર પહૂંચે! રાતોરાત પાંચ લાખ વિદ્યાર્થીઓ સરહદ પર પહોંચી ગયા, જેથી દુશ્મનની સેનામાં ખલબલ મચી ગઇ અને ભાગદોડ મચી ગઇ, જેમાં લાખો સૈનિકો મરી ગયા. આ પ્રકારે વિદ્યાર્થીઓએ દેશને ગુલામ થતાં બચાવી લીધો. સેનાપતિએ આ શુભ સમાચાર પ્રધાનમંત્રીને આપ્યા. ખુશીના માર્યા પ્રધાનમંત્રીની આંખમાં આંસુ આવી ગયા.

અને વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કર્યો પણ વિદ્યાર્થીઓએ આ જીતતાજ તેમના મહાન પ્રધાનમંત્રીના માથે પહેરાવ્યો અને વિદ્યાર્થીઓએ કહ્યું કે અમારા દેશ માટે અમને કંઇ કરવાનો તમે અવસર આપ્યો. એટલે અમે તમારો આભાર માનીએ છીએ. આજે આપણા દેશમાં પણ રાષ્ટ્રદ્રોહ, ભ્રષ્ટ નેતા, જમાખોર, બ્લેક મની, આતંકવાદ, ભાગલાવાદી, પાકિસ્તાનના વફાદાર અને ચીનના પોપટ વામપંથી વ.વ. દુશ્મનો બધા એક થઇ આપણા દેશ પર સતત આક્રમણ કરી રહ્યા છે ત્યારે યુવાધન જાગૃત બને અને દેશના હિત માટે સમર્થન અને સહયોગ આપે તે ઉપરની સત્ય ઘટના પર જાણી શીખી શકાય છે. દેશના ગદ્દારોથી દેશ માટે અને પોતાની ભાવિ પેઢી માટે આપણા દેશને બચાવવો જરૂરી છે.
સુરત     – પરેશ ભાટિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top