Charchapatra

કેન્સર સામેની લડત

તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના ‘ગુજરાતમિત્ર’ની પૂર્તિ સીટી પલ્સમાં કેન્સર છે જીવલેણ, પણ પોઝિટિવિટી જરૂરી અંતર્ગત સુભાષભાઈ બી. ભટ્ટ કેન્સર સામે જે લડત આપી રહ્યા છે તેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. શ્રી સુભાષભાઈ સેન્ટ્રલ બેન્કના નિવૃત્ત કર્મચારી છે. તેમનું મનોબળ એટલું મજબૂત છે કે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે તેઓશ્રી જબરદસ્ત ટક્કર આપી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે આવું મજબૂત મનોબળ કેળવવા માટે કુટુંબીજનોનો સાથસહકાર અત્યંત જરૂરી હોય છે, જે તેમને મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘમાં તેઓ સલાહકાર સમિતિના સભ્ય છે અને એટલે તેમના મનોબળથી  દ. ગુ. ચ. સંઘના  હોદ્દેદારો, કમિટી સભ્યો અને સલાહકાર સમિતિના સભ્યો સારી રીતે વાકેફ છે. તેઓશ્રી ‘ગુજરાતમિત્ર’માં અવારનવાર ચર્ચાપત્ર પણ લખે છે. પોઝિટિવ એપ્રોચ દ્વારા કેન્સર જેવી બીમારી સામે પણ ટક્કર લઇ શકાય છે તેનું તેઓ જીવંત ઉદાહરણ છે. જેઓ તેમના સંપર્કમાં આવે અને તેમાં ખાસ કરીને કોઈ કેન્સરના દર્દી મળી જાય તો કેન્સર જેવી બીમારી સામે હિંમત હાર્યા વગર તેનો સામનો કરવાની અમૂલ્ય સલાહ આપતા રહે છે.  કેન્સર જેવા જીવલેણ રોગ સામે પણ ટક્કર લઇ શકાય તે તેમણે પુરવાર કરી બતાવ્યું છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top