સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શ્રીકૃષ્ણ ભગવાન પાસે એક જ વાંસળી હતી. પણ એવું નથી. શ્રીકૃષ્ણ ભગવાન પાસે અલગ અલગ પ્રકારની વાંસળી હતી. આવશ્યકતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ વગાડતા હતા. જેમાં મુખ્ય વાંસળી હતી સરલા. જે ધીમો અને કોયલ કરતાં પણ મીઠો સ્વર ઉત્પન્ન કરતી હતી. બીજી વાંસળીનું નામ છે વેણુ…. બહ્મસંિહતા કે અનુસાર શ્રીકૃષ્ણ ગોપીઓને આકર્ષિત કરવા માટે વગાડતા હતા. એમાં છ છીંદ્ર હોય છે. ત્રીજી છે વરલી… જેમાં ચાર છીંંદ્ર અને અંતમા એક છીંદ્ર. અને ચોથી છે બંસી… જેમાં નવ છીંદ્ર હતા. એ સિવાય ચંદ્રાવલી નામની વાંસળી પણ ખાસ હતી. એવું કહેવાય છે શ્યામે વ્રજ છોડ્યું ત્યારે શ્રીરાધાએ પૃથ્વી છોડી ત્યારે શ્રીકૃષ્ણે વાંસળી તોડી નાંખી હતી, પણ આ એક લોક કથા છે. શ્રીરાધાકૃષ્ણ એકસાથે ગોલોક વંૃદાવનધામ ગયા અને શ્રીકૃષ્ણની વાંસળી સદાય તેમની સાથે રહી હતી.
વ્યોમા સેલર
ત્રણે લોકોને મોહિત કરનારી શ્રીકૃષ્ણની વાંસળીનું નામ?
By
Posted on