Vadodara

દક્ષિણ વિસ્તારમાં પાણીની ડ્રેનેજ લાઈનમાં ભંગાણ

વડોદરા: એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ ફરી સર્જાયો છે.લાખો કરોડોના ખર્ચે નવીન રોડ રસ્તા,પાણીની લાઈન ,ડ્રેનેજો સહિતની કામગીરી હેતુસર ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.પણ કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે અનેક વખત પાલિકાની તિજોરી તળિયા ઝાટક બની છે.છતાં કોન્ટ્રકટરને જ છાવરવામાં આવતા હોય છે.મકરપુરા રાજનગર ફાટક પાસે બ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઈનમાં ભંગાણ પડતા દૂષિત પાણીની રેલમછેલ જોવા મળી હતી.

વડોદરા શહેરમાં એક તરફ પીવાના પાણીની સમસ્યાઓ બીજી તરફ રોડ રસ્તાની સમસ્યા અને છાશવારે ઉભરાતી ગટરોના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી પહેલાથી અને ચૂંટણી બાદ પણ શહેરના ચારેય ઝોનમાં વિકાસ કામોની કામગીરી હાથ ધરાય છે,તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે પાણી પાણીની લાઈનો તૂટવી માર્ગ પર અધુરી કામગીરી છોડી દેવી જેવા અનેક પ્રશ્નો લોકોને હાલાકી બેઠવી પડી રહી છે ત્યારે તેવી જ એક ઘટના દક્ષિણ વિસ્તારમાં બની હતી.શહેરના મકરપુરા રેલવે સ્ટેશન પાસે આવેલ રાજનગર ફાટક પાસે બ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઈન તૂટી જતા દૂષિત પાણી ફરી વળ્યા હતા. માર્ગ ઉપર દૂષિત પાણીની નદી વહેતી થતા આ માર્ગ ઉપરથી પસાર થતાં અનેક વાહન ચાલકોને ઘણી હાલાકી વેઠવી પડી હતી.

Most Popular

To Top