આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીના ગણિતવિભાગના એસેમ્બ્લી હોલનું નવીનીકરણ અમેરિકાની હમ્બોલ્ટના નિવૃત્ત પ્રાધ્યાપક વિઠ્ઠલભાઈ પટેલ (શેરથા)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સભાખંડનું નામાભિધાન ભારતના મેઘાવી ગણિતશાસ્ત્રીના નામ ઉપરથી ‘શ્રીનિવાસ રામાનુજન એસેમ્બલી હોલ’ કરવામાં આવ્યું હતું. ભુતપુર્વ વિદ્યાર્થી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા 27 વર્ષ અગાઉ યુનિવર્સીટીને વિઝીટીંગ પ્રોફેસર સ્કીમ માટે દાન આપવામાં આવ્યું હતું.
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ગણિતવિભાગના એસેમ્બ્લી હોલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ સભાખંડનું નામાભિધાન ભારતના મેઘાવી ગણિતશાસ્ત્રી ના નામ ઉપરથી ‘શ્રીનિવાસ રામાનુજન એસેમ્બલી હૉલ’ કરવામાં આવ્યું હતું. આ આધુનિક સુવિધાજનક સભાખંડનું વિધિવત્ ઉદ્દઘાટન વિભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અમેરિકાની હમ્બોલ્ટના નિવૃત્ત પ્રાધ્યાપક વિઠ્ઠલભાઈ પટેલ (શેરથા)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજનભાઈ પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે વિઠ્ઠલભાઇએ વિભાગના વિકાસ અને સુવિધાઓને બિરદાવી હતી અને કુલ્પતિને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રો. વિઠ્ઠલભાઈના ઉદાર દાનની મદદથી યુનિવર્સિટમાં આઈ.એ. પટેલ (સેરથા) વિઝીટીગ પ્રોફેસર સ્કીમ છેલ્લા 27 વર્ષથી ચાલી રહી છે. જે અતંર્ગત યુનિવર્સીટીમાં એક્સપર્ટના લેક્ચર માટે બોલાવવામાં આવતા એક્સપર્ટનો ખર્ચો તે ફંન્ડમાંથી લેવામાં આવે છે. જે આજ સુધી ચાલી રહ્યું છે.