હાઇકોર્ટના આદેશ બાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે શહેરમાં એનઓસી વગર ફાયરના સાધનો કાર્યરતના હોય તેવા હાઇ રાઈઝ બીલડીગોને સિલ મારવાની કામગીરી મોડે મોડે શરૂ કરી છે. અગાઉ અનેક વખત ચેતવણી આપ્યા બાદ પણ ઇમારતોમાં ફાયર સેફટી મુદ્દે બેદરકારી દાખવનાર સામે વડોદરા કોર્પોરેશનના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વડોદરામાં ફાયર સેફ્ટી મુદ્દે બેદરકારી દાખવનાર કોમર્શિયલ ઇમારતોને સીલ કરવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. ફાયર ડિપાર્ટમેન્ટે બેદરકારી દાખવનાર ઇમારતો સામે સપાટો બોલાવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે મંગળવાર ના રોજ ફરી વધુ બે કોમર્શિયલ ઇમારત સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અલકાપુરી વિસ્તારના નેશનલ પ્લાઝા અને સયાજીગંજ વિસ્તારના સિલ્વર લાઇન બિલ્ડિંગને અનેકવાર નોટીસ અને ચેતવણી આપ્યા બાદ પણ ફાયર સેફટી અંગેની જરૂરી સુવિધા સમયમર્યાદા વિત્યા બાદ પણ ઉભી ન કરાતાં સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ફાયર વિભાગ દ્વારા એન ઓ સી ના લીધી હોય તેવી હાઇરાઇઝ બિલ્ડીંગો ની નોટીસ આપી છે તો આટલા મહિના સુધી ફાયર વિભાગ કેમ કોઈ કાર્યવાહી કરી નહી? અને હવે હાઇકોર્ટના આદેશ બાદ ફાયર વિભાગે કડકાઈ શરૂ કરી છે.
બધા પાવર એક જ અધિકારી પોતાની રીતે લઈ લે તો ભ્રષ્ટાચારની શક્યતા વધી જાય છે
શહેરની ૭૦ ટકા ખાનગી, સરકારી અર્ધસરકારી, હાઇ રાઈઝ બિલ્ડીંગ એન ઓ સી વગર છે તો ચોક્કસ હાઈ રાઈઝ ટાવર ને કેમ ટાર્ગેટ બનાવવામાં આવે છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલું પ્રોફિટ સેન્ટર ,ગાંધીનગર ગૃહ ખાતે આવેલું સીતાડેલ કોમ્પલેક્ષ અને દાંડિયા બજાર ખાતે આવેલ નવરંગ કોમ્પ્લેકસમાં સીલ મારવાની કામગીરી ફાયર વિભાગે ચાલુ કરી હતી. ફાયર વિભાગે જે તે વિસ્તારના ફાયર સ્ટેશન ઓફિસરને પોતાના વિસ્તારમાં જે પણ એનઓસી વગર હાઇરાઇઝ બિલ્ડીંગો હોય તેને સિલ મારે. એ કાર્યવાહી કરવાને બદલે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ જાતે જ કારભાર કરાવડાવે છે.
શુ ચેમ્બરોમાંથી ગેરવહીવટ થાય છે ?
અત્યાર સુધી પાલિકાના ઉચ્ચ અધિકારીઓ તથા ફાયર ના ઉચ્ચ અધિકારીઓ સુસુક્ત અવસ્થામાં રહ્યા. હાઇકોર્ટના તેવર જોઈને અમદાવાદમાં રોજ 500 મિલકતો ફાયર noc વગર, કમ્પ્લિશન સર્ટિફિકેટ વગર, અને ગેરકાયદેસર બાંધકામને સિલ મારવાની પ્રક્રિયા હાઇકોર્ટના આદેશથી ચાલુ છે. વડોદરા પાલિકામાં ઉચ્ચ અધિકારીઓએ એસી ચેમ્બર છોડતા નથી, સર્વે રિપોર્ટ મગાવતા નથી, પોતે ફિલ્ડ વિઝિટ કરતા નથી, તેથી તાબાના વિભાગીય વડા પણ પોતાની ચેમ્બરમાંથી ગેરવહીવટ કરી રહ્યા છે.