ગાંધીનગર: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ હતી. આ ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. આ તમામ આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ ઉપર જરૂરી ફી સાથે ઓનલાઈન ભરવાના રહેશે.
જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે છઠ્ઠી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે આવેદનપત્ર ભરી શકાશે. ત્યારબાદ ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે 12 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે ધોરણ 10માં રેગ્યુલર ફી સાથે લેટ ફી સાથે 7 થી 22 ડિસેમ્બર સુધી ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે આવેદનપત્ર ભરી શકાશે.
તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ 2 ડિસેમ્બર 2024 છે. જે રેગ્યુલર ફી સાથે 9 ડિસેમ્બર 2024 સુધી ભરી શકાશે, ત્યારબાદ લેઈટ ફી સાથે ત્રણ તબક્કામાં 10 થી 24 ડિસેમ્બર સુધી આવેદનપત્ર ભરી શકાશે. ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે આવેદનપત્ર ભરવાની અંતિમ તારીખ સુધીમાં કોઈપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી સુધારો કરી શકાશે. જેના માટે કોઈ અલગથી ફી ભરવાની રહેશે નહીં.