Vadodara

નોરતાના બીજા દિવસે યુવાધનમાં થનગનાટ

વડોદરા: ઉત્સવપ્રિય વડોદરા નગરીના યુવાધન જેની આતુરતાથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ  થઇ ચુક્યો છે. કોરોના સંક્રમણને પગલે બે વર્ષથી શહેરનું યુવા ધન ગરબે ઘુમવા માટે તરસતું  હતું . રાજ્ય સરકારે શેરી ગરબાની કેટલીક શરતો સાથે પરવાનગી આપતા નગરજનો આનંદથી ઝૂમી ઉઠ્યા હતા અને અબલ વૃદ્ધ સહુ કોઈ  ગરબાની તૈયારીઓ માં લાગી ગયા હતા અને પ્રથમ દિવસથી જ તૈયાર થઈને  મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. એક સમય હતો જ્યારે વડોદરામાં શેરી ગરબાજ રમાતા હતા .

શહેરમાં  આવેલ સોસાયટીઓ માં તેમજ  શેરીઓમાં ગરબાનું અસ્યોજન કરવામાં આવતું હતું. 35 વર્ષ પહેલા ગરબાનું આયોજન મોટા પ્લોટ માં કરવાનું શરૂ કરવામાં આવ્યું .જેને પગલે યુવાનો તેમજ યુવતીઓ શહેરની નજીક આવેલ પાર્ટી પ્લોટ કે મોટા મેદાનમાં રમવા જવા લાગ્યા.  અને શેરી ગરબામા ધીમે ધીમે ગરબા રમનારાઓની સંખ્યા ઓછી થતા બંધ થવા લાગ્યા. કોરોનાને પગલે રાજ્ય સરકારે શેરી ગરબાને પરવાનગી આપતા 35 વર્ષ બાદ વડીડતા શહેરમાં 400થી વધુ સ્થળો પર શેરી ગરબા પુનઃ  ધમધામતા  થઈ રહ્યા છે. જે યુવાનો મોટા ગરબા આયોજકોને ત્યાં રમવા માટે રૂપિયા ખર્ચીને જતા હતાં તે બધા પિતાના ઘરની આસપાસ કે સોસાયટીઓમાં નિર્ધારિત જગ્યામાં  યોજવામાં આવેલ નવરાત્રી ઉત્સવમાં ગરબે ઘુમશે.

અલબત્ત સરકારે જાહેર કરેલ ગાઈડ લાઈન મુજબ જ ગરબા આયોજકો દ્વારા ગરબા રમાડવામાં આવશે બે વેકસીન લીધી હોય તેને ઉપરાંત 400 જેટલાજ લોકો ગરબામાં  રમી શકશે.  શહેરમાં  માંડવી સ્થિત અંબા માતાજીના મંદિરે પુરુષોના ગરબા, મહેતા પોળ, તાડ ફળીયા, કરેલી બાગ, માંજલપુર, ગોત્રી, વાઘોડિયારોડ, સુભાનપુરા, હરણી, તરસાલી, મકરપુરા, માણેજા,  સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ તેમજ શહેરમાંઆવેલી વિવિધ પોળોમાં ગરબા રમવા માટે  અબાલ વૃદ્ધ સહુ કોઈ વિવિધ  વેશભૂષા સહિત નવરાત્રીમાં પહેરતા પરંપરાગત ચણીયા ચોલી તેમજ ડિઝાઇનર વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમતા નજરે પડી રહ્યા હતા.  

વ્યંઢળ સમાજ દ્વારા કોરોનાથી મુક્તિ મેળવવા બહુચર માતાજીના મંદિરે ગરબા યોજ્યાં

બરાનપુરામાં આવેલ વ્યંઢળોના અખાડામાં આવેલ બહુચર માતાજીના મંદિરે અંજુમાસી તથા અન્ય માસી દ્વારા પાંચ ગરબા રમાડવામાં આવ્યાં હતાં. અને બહુચર માતાજીને પ્રાથના કરવામાં આવી હતી કે કોરોનાના કહેરમાંથી જલ્દીથી સંપુર્ણ મુક્તિ મળે અને લોકો સ્વસ્થ જીવન જીવે.

Most Popular

To Top