કામરેજ: ચા (Tea) નહિ બનવી આપતા પતિએ (Husband) ઉશ્કેરાઈને તેની પત્ની (Wife) ઉપર હુમલો (Attak) કર્યાનાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કામરેજ (Kamraj) તાલુકાના હલધરૂ ગામે સત્યમ એવન્યુમાં ફ્લેટ નં.ડી 404માં પ્રતિમાબેન ચિરાગભાઈ શાહ રહે છે. પાંચ દિવસ અગાઉ પ્રતિમાબેન મોડી રાત્રિ સુધી કામ કરીને રાત્રિના 3 સૂતા હતા. બીજા દિવસે સવારે સવારે 9.30 કલાકે પતિ ચિરાગ અશોકભાઈ શાહે ચા બનાવવા (Make Tea) માટે પત્નીને જગાડવા માટે જતાં પત્ની પ્રતિમાબેને તબિયત સારી નથી, તમને ચાનો મસાલો કરી આપું તમે ચા બનાવીને પી લો તેમ કહેતાં જ પતિએ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી કોઈ કામ કરવું જ નથી તેમ કહીને ડાબો હાથ પકડીને દીવાલમાં માથું અથડાવી દબાવી દીધી હતી.
મોબાઈલ ડાબા હાથના કાંડા ઉપર અંગૂઠામાં મારી દીધો
મોબાઈલ ડાબા હાથના કાંડા ઉપર અંગૂઠામાં મારી દીધો હતો. બાદ ઝઘડો કરીને ઘરમાંથી જતો રહ્યો હતો. અંગૂઠામાં દુખાવો થતાં સારવાર માટે કડોદરાની હોસ્પિટલમાં જતાં ફરજ પરના તબીબે હાથના કાંડા ઉપર અંગૂઠાના ભાગે ફેક્ચર હોવાનું જણાવતાં સારવાર કરાવી પતિ સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વલસાડના અબ્રામા ખાતે ડ્રેનેજનું પાણી ઉભરાતા આધેડ ઉપર કુહાડીથી હુમલો
વલસાડ : વલસાડના અબ્રામા ધરમપુર રોડ ઉપર ડ્રેનેજના પાણી બાબતે પડોશીએ આધેડ ઉપર કુહાડી વડે બે ઘા કરતા ભારે ચકચાર મચી ગઈ હતી. જ્યારે ઇજા થયેલા યુવાનને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડાયા હતા જે અંગેની ફરિયાદ નોંધાય છે.પોલીસ સૂત્રો પાસેની મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા ધરમપુર રોડ બેન્ક ઓફ બરોડા બેન્કની સામે રહેતા મધુબેન અરૂણભાઇ પટેલ એમના પતિ અરૂણભાઇ ફર્નિચરના શોરૂમમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ અરૂણભાઇ નોકરીએ ગયા હતા અને બપોરે ઘરે જમવા આવ્યા હતા ત્યારે ડ્રેનેજનું પાણી રસ્તા ઉપર ઉભરાતું હોય અરૂણભાઇ પાવડા વડે ડ્રેનેજની સાફ સફાઈ કરી રહ્યા હતા.
કુહાડીનો ઘા હાથમાં લાગ્યો હતો
પડોશમાં રહેતા સાહિલભાઈ સુરેશભાઈ પટેલના ઘરના આંગણામાં ડ્રેનેજનું પાણી ફરતું હોય અગાઉ જે બાબતે ઝઘડો થઈ ચૂક્યો હતો. જે અદાવત રાખીને ગતરોજ 3:00 વાગે સાહીલ પોતાના હાથમાં કુહાડી લઈને આવીને અરૂણભાઇને માથાના ભાગે અચાનક હુમલો કરી દેતા અરૂણભાઇ બેભાન થઈને નીચે પડી ગયા હતા અને બીજો કુહાડીનો ઘા અરૂણભાઇને હાથમાં લાગ્યો હતો. જેથી અરૂણભાઇની પત્ની બહાર આવી જતા બુમાબુમ કરી દીધી હતી અને સાહિલ કુહાડી લઈને પોતાના ઘર બાજુ ભાગી છુટ્યો હતો. જ્યારે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે અરૂણભાઇને સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે અંગેની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાય છે.