નવસારી: (Navsari) નીમળાઈ ગામેથી મરોલી પોલીસે (Police) બાતમીના આધારે તીનપત્તીનો જુગાર (Gambling) રમતા 14 સુરતીઓને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે (Police) 5.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મરોલી પોલીસને બાતમી મળી હતી કે, નીમળાઈ ગામે આવેલા હેલીસ એસ્ટેડ ડેવલોપર્સની અંદર ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે જઈ છાપો મારતા તીનપત્તીનો જુગાર રમતા 8 સુરતીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ પાસે આકાશ એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશભાઈ કાંતિભાઈ પટેલ, સુરત ડિંડોલી દેલાવડા રોડ ફાયર સ્ટેશનની બાજુમાં એમ્પાયર રેસીડન્સીમાં રહેતા કનૈયાલાલ ભગવાનભાઈ પટેલ, સુરત અમરોલી સાપરાભાઠા રોડ પર શિવસાગર રેસિડન્સીમાં રહેતા પ્રકાશભાઈ ધ્રુકાજી પુરોહિતને ઝડપી પાડ્યા હતા.
સુરત અલથાણ કેનાલ રોડની સામે ઇક્કો પોઈન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષભાઈ નારાયણભાઈ પટેલ, સુરત પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે ગોપાળનગર સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ ગોપાળભાઈ પટેલ, સુરત અલથાણ કેનાલ રોડ એટલાન્ટા મોલની બાજુમાં વેનેજીયા રો-હાઉસમાં રહેતા કમલ ચંપકલાલ જરીવાલા, સુરત ડિંડોલી દીપ દર્શન સ્કુલની બાજુમાં અંબિકા રેસીડન્સીમાં રહેતા જીગ્નેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ અને સુરત અડાજણ પાલ નવરત્ન રેસિડન્સીમાં રહેતા નયન કાંતિભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળેથી દાવ પરના રોકડા 4700 રૂપિયા અને આરોપીઓના અંગઝડતીમાંથી મળી આવેલા રોકડા 20,050 રૂપિયા મળી કુલ્લે 24,750 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજી તરફ પોલીસે વધુ 6 સુરતીઓને ઝડપી પાડ્યા હતા.
જેમાં સુરત ડિંડોલી પોલીસ ચોકીની સામે ઉમિયા નગર એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગભાઈ વિષ્ણુભાઈ પટેલ, સુરત પાંડેસરા મેરીમાતા સ્કુલની બાજુમાં ભેદવાડ પ્રમુખ પાર્ક રેસીડન્સીમાં રહેતા દિવ્યાંગ વિષ્ણુભાઈ પટેલ, સુરત ઉધના ડિંડોલી સોમનગર ગ્રીન વેલીમાં રહેતા મહેશ રમણભાઈ પટેલ, સુરત પિયુષ પોઈન્ટ આકાશ રો-હાઉસની બાજુમાં ભાગીરથ સોસાયટીમાં રહેતા હરેશભાઈ કાંતિલાલ પ્રજાપતિ, સુરત ડિંડોલી પ્રાયોશા સોસાયટીમાં રહેતા જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલ અને સુરત ડિંડોલી રાધાક્રિષ્ના રેસિડન્સીમાં રહેતા જીગરભાઈ પ્રવિણભાઈ પટેલને ઝડપી પાડ્યા હતા. જેની સાથે પોલીસે દાવ પરના રોકડા 47 હજાર રૂપિયા, 10 હજાર રૂપિયાના 2 મોબાઈલ અને 5 લાખની કાર મળી 5.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મરોલી પોલીસે આ બંને બનાવમાં કુલ 14 સુરતીઓની ધરપકડ કરી 5,81,750 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.