સુરત: (Surat) વિધવા (Widow) સાથે સંખ્યાબંધ વખત આડા સબંધ બાંધીને તેની પાસેથી નાણાં પડાવીને તેને છોડી દેનાર ઇસમ સામે પોલીસ ફરિયાદ (Police Complaint) દાખલ કરવામાં આવી હતી. આ મામલે વલ્લભ સુથાભાઇ સાખટ (રહેવાસી : ગીરનાર સોસાયટી, નાના વરાછા) સામે વિધવા દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેણીનો પતિ ખૂબ મારઝૂડ કરતો હતો આ દરમિયાન તેના વલ્લભ સાથે સંપર્ક થયો હતો. વલ્લભ તેને સહાનુભૂતિ આપીને વારંવાર તેની સાથે શારિરીક સબંધ બનાવતો હતો.
- વિધવા સાથે વારંવાર સબંધ બાંધીને તરછોડી વરાછાના આધેડ સામે પોલીસ ફરિયાદ
- પત્નીને ડાયવોર્સ આપીને લગ્નની લાલચ આપીને વિધવાનું શારિરીક અને માનસિક શોષણ કર્યું
- વિધવા અને તેના દિકરાને મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકમાં
આ ઉપરાંત તેણે પોતાની પત્નીને છોડી દીધી હોવાનું જણાવ્યું હતું. વળી તેણી સાથે મળીને વલ્લભભાઇએ ફલેટ પણ ખરીદી લીધો હતો. દરમિયાન વલ્લભભાઇએ પોતાની પત્નીને ડાયવોર્સ આપી દેશે તેમ જણાવીને વારંવાર તેણી સાથે આડા સબંધ બાંધ્યા હતા. દરમિયાન છેલ્લા ચાર વર્ષ સુધી પત્ની બનાવવાના પ્રલોભનો આપ્યા બાદ વલ્લભે અચાનક વિધવાના ઘરે આવવાનુ બંધ કરી દીધું હતું. દરમિયાન વિધવા દ્વારા વલ્લભની પત્ની અને માતાને આ વિશે જાણ કરતાં તા. 28 ફેબ્રુઆરીના રોજ વલ્લભે વિધવા તથા તેના દીકરાને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત વલ્લભની પત્ની અને તેના ઘરવાળાએ વિધવાને ખોટા કેસમાં ફસાવી દેવાની તથા મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસ દ્વારા બળાત્કારનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કાપોદ્રા ઉત્રાણ પુલ નીચેથી અજાણ્યા પુરુષની લાશ મળી
સુરત : ઉત્રાણ તાપી નદીના પુલ નીચેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી.ઘટના કાપોદ્રા ફાયર વિભાગે લાસને પાણી માંથી કાઢી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો. ઘટના અંગે ફાયરના સૂત્રોએ જાણકારી આપતા કહ્યું હતું કે, રવિવારે બપોરે કાપોદ્રા ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે,કાપોદ્રા ઉતરાણ પુલ નીચે તાપી નદીના પાણીમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તણાઈ આવી છે. કાપોદ્રા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાશની પાણીમાંથી બહાર કાઢી હતી.અજાણ્યા પુરુષની ઉમર આશરે 35થી 40 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે જેની ઓળખ થઇ શકી નથી.ફાયર વિબગે આ લાશનો કબ્જો કાપોદ્ર પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.