SURAT

સુરત: વિદ્યાર્થી કોરોના સંક્રમિત થશે તો પાલિકા સ્કૂલો વિરૂદ્ધ આ કાર્યવાહી કરશે

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના અંગે સાવચેતી તેમજ વિદ્યાર્થીઓના (Student) સ્વાસ્થ્ય બાબતે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈપણ સ્કૂલમાં (School) વિદ્યાર્થી સંક્રમિત થશે તો સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બેદરકારી દાખવનાર સ્કૂલને 14 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. જણાવી દઈએ કે રવિવારે 2 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ આ નિર્ણય લેવાયો છે. પાલિકાના આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરની સ્કૂલો વિરૂદ્ધ વધુ કડકાઈ કરવામાં આવી રહી છે. જો કોઈ પણ સ્કૂલમાં વિદ્યાર્થી સંક્રમિત થશે તો તે સ્કૂલને 14 દિવસ માટે બંધ કરી દેવાશે. બીજી તરફ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાં તેમના વાલીઓ દ્વારા વેક્સિનના બંને ડોઝ લેવાઈ ગયા હોવાનું પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. ઉપરાંત શહેરની કોલેજોમાં જે વિદ્યાર્થીઓએ વેક્સિનો પહેલો ડોઝ લીધો ન હોય તેને કોલેજમાં પ્રવેશ મળશે નહીં.

સોમવારે નોંધાયા 3 કેસ

સુરત: શહેરમાં પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં રવિવારે આંશિક વધારો નોંધાયો હતો. જોકે સોમવારે કોરોનાના કેસ ઘટી ગયા હતાં. સોમવારે 3 કેસ નોંધાયા હતા. રાંદેર ઝોનમાં 3 કેસ નોંધાયા હતા. અગાઉ રવિવારે રાંદેર ઝોનમાં એક જ પરિવારના પાંચ સભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા હતા. અડાજણ વિસ્તારમાં પરશુરામ ગાર્ડન પાસેની સાંઈલીલા રો-હાઉસ સોસાયટીના એક જ પરિવારના પાંચ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. જેથી સાંઈ-લીલા રો-હાઉસને ક્લસ્ટર કરવામાં આવી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મનપા દ્વારા ટેસ્ટિંગ કરાયું હતું.
શહેરમાં દેશ બહારથી આવનારા લોકોને મનપા દ્વારા ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. રવિવાર સુધીમાં વિદેશથી કુલ 87 મુસાફરો આવ્યા હતા. જે પૈકી 7 લોકો હાઈ રિસ્ક દેશોમાંથી મુસાફરી કરીને આવ્યા હતા. હાલ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મનપા દ્વારા તમામના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા છે અને તમામને 7 દિવસ માટે કોરેન્ટાઈન કરાયા છે.

બીજી તરફ સોમવારે વિદેશથી આવેલા 41 મુસાફરોના 7 દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ પુરો હતો. મનપા દ્વારા વિદેશથી આવેલા તમામ મુસાફરોને 7 દિવસ માટે કોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. જેમાં 7 દિવસ અગાઉ વિદેશથી આવેલા તમામને કોરેન્ટાઈન પીરીયડ સોમવારે પુર્ણ થયો તેવા તમામ 41 મુસાફરોના મનપા દ્વારા ફરીવાર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.

Most Popular

To Top