Business

રિંગરોડ ઉપર વિચિત્ર અકસ્માત- હેલ્મેટએ બાઈકચાલકનો જીવ બચાવ્યો

સુરત: સુરતના રિંગરોડ(RingRoad) ઓવરબ્રિજ(Overbridge) ઉપર એક વિચિત્ર અકસ્માત(Accident)ની ઘટના બની હતી. ફૂલ સ્પીડ(Speed)માં જતી કારને(Car) ઓવરટેક(Overtake) કરવા જતાં બાઇક ચાલકનું બેલેન્સ બગડી ગયું હતું. બાઈકચાલક બ્રિજની પાળી સાથે જોરદાર અફડાયો હતો અને બાઇક લગભગ 100 મીટર જેટલું ચાલક વગર દોડી હતી.

  • સુરત રિંગરોડ ઉપર થયો અકસ્માત
  • બાઈકચાલક બ્રિજની પાળી સાથે અથડાયો
  • હેલ્મેટએ કરી યુવકની રક્ષા
  • વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ

શું ઘટના બની હતી?
ઘટના રવિવારની આજરોજની છે, સુરત રિંગરોડના ફ્લાયઓવર ઉપર એક બાઇકચાલક ફૂલસ્પીડમાં બાઇક ઉપર જઈ રહ્યો હતો. થોડી દૂર કારને ઓવરટેક કરવા જતા ચાલકનું બેલેન્સ બગડી ગયું હતુ જેથી બાઇકચાલક બ્રિજની પાળી સાથે અફડાયો હતો અને બાઇક આપમેળે 100 મીટરથી પણ વધુ દોડી આગળ પડી ગઈ હતી. બાઇકચાલક યુવક ક્ષણિક બ્રિજની પાળી ઉપર લટકી રહ્યો હતો ત્યાર બાદ બ્રિજ ઉપર પટકાઈ ગયો હતો. પાછળથી આવતા બીજા બાઈકરો પણ અકસ્માત જોતાં દોડી આવ્યા હતા. કહી શકાય કે યુવકના હેલ્મેટે યુવકનો બચાવ કર્યો હતો.


અકસ્માતના વિડીયો થયા વાઇરલ
તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાના દ્રશ્યો બાઇકચાલકની પાછડ આવતી કારના કેમેરામાં રેકોર્ડ થયા છે જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે બરાબર ડાબી બાજુનો વળાંક આવતા બાઈકચાલક યુવક સ્ટેરિંગ ઉપરથી પોતાનો કાબૂ ગુમાવી બેસે છે અને રોડ ઉપર જોરથી પટકાઈ જાય છે. વિડીયો વાઇરલ થતાં સુરતના લોકો બાઈકર્સ ઉપર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. સંજોગોવસાત રોડ ઉપર વધુ વાહનો ન હતા જેથી મોટી દુર્ઘટના ટળી એમ કહી શકાય છે.

અવારનવાર બાઈકર્સની બેદરકારીના કારણે અકસ્માત બનતા હોય છે. આગળ પણ બાઈકર્સના વિડીયો વાઇરલ થયા હતા જેમાં બે બાઈકર્સ બાઇક ઉપર સ્ટંટ કરતાં નજરે પડી રહ્યા હતા જેમને બાદમાં સુરત પોલીસ દ્વારા દંડ આપવામાં આવ્યો હતો. ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્પીડ લિમિટ નક્કી હોવા છતાં ઓવરટેક માટે યુવકો બાઈકની સ્પીડ વધારી દેતા હોય છે.

Most Popular

To Top