SURAT

સુરત રેલ્વે સ્ટેશનની બહારથી 53 હજારની વસૂલાત માટે યુવકનું અપહરણ

સુરત: (Surat) સુરત રેલ્વે સ્ટેશનની (Railway Station) બહારથી ગઈકાલે એક યુવકનું કારમાં આવેલા ત્રણ જણા અપહરણ કરીને લઈગયા હતા. મહિધરપુરા પોલીસે યુવકને મુંબઈ પાલઘર પાસે આવેલી ફેક્ટરીમાંથી (Factory) છોડાવી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

  • રેલ્વે સ્ટેશનની બહારથી 53 હજારની વસૂલાત માટે યુવકના અપહરણ બાદ છુટકારો, બે આરોપીની ધરપકડ
  • મુંબઈના પુર્વ શેઠ પાસેથી સિલાઈ મશીનના કારીગરે બે વર્ષ પહેલા એડવાન્સમાં લીધા હતા

મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ ખટોદરા હેલ્થ સેન્ટરનીસામે રણછોડનગર ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં આવેલા રેઈનકોટ બનાવવાની ફેકટરીમાં કામ કરતા મોહમદ દુલારે મોહમદ બસીર અન્સારી (ઉ.વ.૨૪) એ તેની ફેકટરીમાં સિલાઈ મશીનના કારીગરની જરૂર હતી. દિવાળીમાં વતન બિહાર ગયો અને ત્યાંથી તેના પિતરાઈ ભાઈ ઓઝેર ઝનીફ અન્સારી, નઈમ અન્સારી સહિત પાંચ કારીગરોને સુરત લઈને આવ્યો હતો. ગઈકાલે હજી તેઓ સુરત રેલ્વે સ્ટેશનની બહાર જ હતા ત્યાં કારમાં આવેલ સારીક જુનૈદ અન્સારી સહિત ત્રણ જણા તેમની પાસે આવી ઓઝેર અન્સારી પાસે રૂપિયા 53 હજારની માંગણી કરી ઢોર મારમારી કારમાં અપહરણ કરી લઈ ગયા હતા. બાદમાં તેના ભાઈ મોહમદ દુલારે અન્સારીને ફોન કરી ઓઝેર અન્સારીને છોડવવા માટે 53 હજારની ખંડણી માંગી હતી.

મહિધરપુરા પોલીસે તપાસ હાથ ધરીને મોહમદ દુલારીની પુછપરછમાં તેના ભાઈનું અપહરણ મુંબઈના પાલધર ખાતે રેઈનકોટની ફેકટરી ધરાવતા સારીક જુનૈદ નામના વેપારી કરી ગયો હોવાનુ બહાર આવતા એક ટીમ પાલધર રવાના કરવામાં આવી હતી. આ ટીમના માણસોએ પાલઘરની ફેકટરીમાંથી સારીક જુનૈદ અને અલી હુસૈનને ઝડપી પાડ્યા હતા. અને ઓઝેર અન્સારીને સહી સલામત મુક્ત કરાવ્યો હતો.

Most Popular

To Top