હથોડા: સુરત (Surat) લાલ દરવાજા ખાતે રહેતા હીરાલાલ છગનભાઈએ કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોટા બોરસરા (Borsara) ગામે આવેલા પોતાના પ્લોટને (Plot) ગીરવે મૂકી તેના પર બેંકમાંથી લોન (Bank Loan) લીધી હતી. એ વાત છુપાવીને તેમણે મોટા બોરસરા ગામના ખેડૂત મહંમદ સલીમ યુસુફભાઈ પટેલને 2019ની સાલમાં આ પ્લોટનો ૯૫ લાખમાં સોદો કરી 45 લાખ ચેક પેટે ઉસેટી લઈ સાટાખત કરી આપ્યા હતા. તેણે બેંક લોન નહીં ભરતાં બેંક દ્વારા પ્લોટની હરાજી અંગે જાહેર નોટિસ પ્રસિધ્ધ કરતા સલીમ ભાઈને છેતરપિંડી થયાનું સામે આવતા તેણે સુરતના હીરાલાલ છગનભાઈ પટેલ વિરૂધ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની (Fraud) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડૂતના નામે BOBના તત્કાલીન મેનેજર સહિત ત્રણ શખ્સોની છ લાખની ઠગાઈ
ઝઘડિયા: ઝઘડિયાના નાનાઅણધરા ગામના આદિવાસી ખેડૂતના નામે સરસાડના બે સહિત BOBના તત્કાલીન મેનેજરે બારોબાર રૂ.છ લાખની લોન લીધી હોવાનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગઈ હતી.આદિવાસી ખેડૂતની જાણ બહાર 6 લાખની લોન લઈ લીધી, બેંકે ઉઘરાણી કરતાં ભાંડો ફૂટ્યો.
ઝઘડિયાના નાના અણધરા ગામના ખેડૂત ૬૨ વર્ષીય સુકલભાઈ કાળિયાભાઈ વસાવાને ૨૦૧૪માં ખેતીના કામે રૂ.ત્રણ લાખની લોનની જરૂર હતી. તેમને ખબર પડી કે સરસાડ કિરીટસિંહ મોતીસિંહ મહીડા તેમજ ગણેશભાઈ શંકરભાઈ વાળંદ બેન્કમાંથી ખેતી માટે લોન મંજુર કરાવી આપવાનું કામ કરે છે. જેથી તેઓ અને તેમનો દીકરો મહેન્દ્રભાઈ સુકલભાઈ વસાવા કિરીટસિંહ અને ગણેશભાઈ વાળંદને મળ્યા હતા. તેમણે રાજપારડી BOBના મેનેજર ઠાકોરભાઈ લલ્લુભાઈ પરમાર સાથે સંપર્ક કરાવી લોનના કાગળો પર સાક્ષીઓની સહી કરાવી હતી. બેંક મેનેજરે સુક્લભાઈને ત્રણ લાખ રોકડા આપીને કહ્યું કે ખેતીની ક્રોપ લોન ત્રણ લાખ મંજુર થઇ ગયા છે.
૨૦૧૫માં બે મહિનામાં બેંકના કર્મચારીએ આવીને કહ્યું કે ‘તમે રૂ.૯ લાખની લોન લીધી છે. તમે રૂપિયા ભરો.’ જેથી છેતરપિંડીની જાણ થતાં સુકલભાઈએ કિરીટસિંહ મહીડા,ગ ણેશ વાળંદ અને BOB તત્કાલીન મેનેજર ઠાકોરભાઈ લલ્લુભાઈ પરમાર વિરૂદ્ધ રાજપારડી પોલીસે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.