સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો ગ્રાફ વિતેલા સપ્તાહથી નીચે આવતા હવે ઓકિસજન ડિમાન્ડ (Oxygen Demand) પણ ઘટવા (Reduction) લાગી છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોનાએ તરખાટ મચાવી દીધો હતો. શહેર અને જિલ્લાની કુલ વસ્તીના માંડ સવાથી દોઢ ટકા લોકોને કોરોના પોઝીટીવ આવતા સમગ્ર આરોગ્ય તંત્ર હચમચી ગયુ હતુ. પખવાડિયા પહેલા તો સુરત શહેરમાં લાશોના ઢગલા દેખાતા હતા અને સતત એમ્બ્યુલન્સની સાયરનની કાન ફાડતી ચિચિયારીઓ સંભળાતી હતી. પરંતુ કુદરતનો મહેર કે સુરતીઓના સદનસીબે કોરોનાએ પકડ ઢીલી કરી છે. આ અંગે પુછપરછ કરતા સુરત જિલ્લા કલેકટર કચેરીના નાયબ કલેકટર જમીન સુધારણા અને ઓકિસજન વ્યવસ્થા માટે નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા આર.આર.બોરડે કહયુ હતુ કે આજે શહેરની સરકારી અને ખાનગી હોસિપટલમાં 184 ટન ઓકિસજન ડિમાન્ડ સામે 167 ટન ઓકિસજન ફાળવ્યો છે. વિતેલા સપ્તાહથી તંત્ર રાહતનો દમ ખેચી રહયો છે. કેમ કે ઓકિસજન ડિમાન્ડ અને સપ્લાય કટ ટુ કટ આવી જતા તંત્રને ઉંઘ હરામ કરવામાંથી મુકિત મળી છે.
હવે ઇન્જેકશન ડિમાન્ડ પણ ઘટી આજે 2559 ઇન્જેકશન વિતરણ
સુરત શહેરની ખાનગી હોસ્પિટલ માટે અલગ અલગ પેશન્ટ માટે ઇન્જેકશન ફાળવણીમાં પણ રાહત વરતાઇ રહી છે. પહેલા પાંચ હજાર આસપાસ ઇનન્જેકશન માટે ડિમાન્ડ આવતી હતી. પરંતુ હવે દિનબદિન આ માંગ ક્મશ ઘટી રહી છે જોકે હજી પણ સો ટકા ડિમાન્ડ મુજબ ઇન્જેકશન મળતા નથી એ હકીકત છે. કલેકટર કચેરીના સાધનોના કહેવા મુજબ આજે 4147 ઇન્જેકશન માંગ કરાઇ હતી જેની સામે 2559 ઇન્જેકશન વિતરણ કરાયા હતા.
શહેરની 19 હોસ્પિટલમાં ફાયર સેફટીની ખામી મળતાં નોટિસ
સ્પિટલો મળી કુલ 34 જગ્યાએ ચેકિંગની કામગીરી કરતા 19 હોસ્પિટલમાં ફાયર સેફટીની ખામી મળતાં નોટિસ ફટકારી છે. ઉપરાંત તાજેતરમાં ભરૂચની આગની દુર્ઘટનામાં હોસ્પિટલમાં તેમજ આયુષ હોસ્પિટલમાં આઇસીયું વિભાગમાં પડદા હોવાથી આગ વધુ ઝડપથી ફેલાય હોવાનું જાણવા મળ્યુું હતું. જેથી તમામ હોસ્પિટલોમાંથી બારીઓ પર લગાવેલા કાપડના પડદાઓ હટાવી દેવા સાથે બિનજરૂરી ગાદલા, ગોદંડા, આલ્કોહલ સેનીટાઇઝ સહિતના સામાન પણ ખસેડવા સૂચના અપાઇ છે.
જેમાં અઠવા ઝોનમાં સંજીવની હોસ્પિટલ, ગુરૂનાનક ધર્માર્થ હોસ્પિટલ, સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ, શ્રી હરી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, લાઇફ લાઇન હોસ્પિટલ, શ્રદ્વા મેટરનીટી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ, નોબલ હોસ્પિટલ, શાહ ચિલ્ડ્રન એન્ડ મેટરનીટી હોસ્પિટલ અને પીપલોદ હોસ્પિટલ તેમજ વરાછા ઝોન-બી માં તેજાણી હોસ્પિટલ યુનિટ-2, યોગી ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ, શિવાલિક પ્રસુતિગૃહ એન્ડ જનરલ હોસ્પિટલ, સ્વરા જનરલ એન્ડ પ્રસુતિગૃહ અને નોર્થ ઝોનની જીવનદીપ હોસ્પિટલ, નમ્રતા નર્સિગ હોમ, પૂજા હોસ્પિટલ, શિવાય હોસ્પિટલ અને આનંદ હોસ્પિટલને નોટીસ ફટકારાઇ