સુરત: સુરત (Surat) કવાસગામથી પ્રસુતિ ના દર્દ સાથે નીકળેલી એક સગર્ભા (Pregnant) એ સિવિલ હોસ્પિટલના (Civil Hospital) ગેટ ઉપર ઓટો રીક્ષા (Auto rickshaw) માં બાળકી ને જન્મ આપ્યો હતો. સગર્ભા ને નવ મો મહિનો ચાલી રહ્યો હતો. આજે બપોરે સિવિલમાં ચેકઅપ માટે આવતા સોમવારે ફોલોપ માટે બોલાવી સગર્ભા ને પરત મોકલી દેવાય હતી. ઘરે પહોંચતા જ પ્રસૂતિની અસહ્ય પીડા શરૂ થઈ જતા ફરી સગર્ભા ને 15-20 કિલો મીટર દૂર રીક્ષા માં સિવિલ લવાય રહી હતી. પતિ એ જણાવ્યું હતું કે ગુડિયા ની આ ત્રીજી પ્રસુતિ છે પહેલી દીકરી બાદ દીકરો અને હવે પાછી દીકરી એ જન્મ લીધો છે. મારા ઘરે લષ્મીના બે અવતાર થઈ ગયા છે.
રજનીકાંત ચૌધરી (પતિ) એ જણાવ્યું હતું કે તેઓ બિહાર ના વતની છે. હજીરામાં ઇન્ડિયન ઓઇલમાં ફિટરમેન તરીકે કામ કરી રહ્યા છે. લગ્ન ગાળો 11 વર્ષનો છે. પહેલા બે સંતાનોમાં મોટી દીકરી ત્યારબાદ દીકરો અને હવે પાછી દીકરી અવતરી છે. પત્ની ગુડિયાની સારવાર સિવિલના જ ગાયનેક વિભાગમાં ચાલી રહી હતી. નવ મહિના પુરા થઈ ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે આજે ડોક્ટરો એ ફોલોપ માટે બોલાવ્યા હતા. બપોરે સિવિલના ગાયનેક ડોક્ટરોને મળતા તેઓ એ સોમવારે આવવાનું કહી પરત મોકલી દીધા હતા. ઘરે પહોંચા જ ગુડિયા ને પ્રસુતિ ની પીડા નો દુખાવો શરૂ થઈ ગયો હતો. થોડી જ વાર માં દુખાવો અસહ્ય થઈ જતા રીક્ષા બોલાવી તાત્કાલિક સિવિલ આવવા નીકળી ગયા હતા. કવાસ ગામ થી 15-20 કિલો મીટર દૂર સિવિલ હોસ્પિટલ વચ્ચે રસ્તા ના ખાડાઓ ને કારણે ગુડિયા નો પ્રસૂતિનો દુખાવો વધી રહ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે રીક્ષા ચાલકે પોતાની સૂઝબૂઝ થી રીક્ષા ધીરે હકારી સિવિલ આવ્યા તો ગેટ ઉપર જ ગુડિયા એ ચાલુ રીક્ષા માં બાળકી ને જન્મ આપ્યો હતો. બસ તાત્કાલિક ગુડિયા અને નવજાત બાળકી ને લઈ ટ્રોમાં સેન્ટર પહોંચતા પરિચારિકાઓ એ ગુડિયા અને નવજાત બાળકીને ઓપરેશનમાં લઈ બાળકીની નાળ કાપી માતા થી અલગ કરી હતી. હાલ બન્ને તંદુરસ્ત હોવાનું તબીબો કહી રહ્યા છે.
ટ્રોમાં સેન્ટરના સ્ટાફ કર્મચારીઓ એ જણાવ્યું હતું કે બાળકી ખૂબ જ રૂપાળી હતી. રમાડવા નું વારંવાર મન થતું હતું, પરિચારિકાઓ પણ બાળકી ને હાથમાં ઉપાડી ગોલ મટોર બાળકી ને જન્મ દિવસની શુભકામના સાથે આશીર્વાદ આપ્યા હતા. બાળકીને હાથમાં ઉપાડતા જ અને બાળકીના મોઢા પર ધરતી પર આવ્યા ના સ્મિથ જોઈ કામનો થાક ઉતરી ગયો હતો. ભગવાન બાળકીને ઉતરોઉતર અભ્યાસમાં પ્રગતિ આપે અને દેશનું નામ રોશન કરે એવી જ પ્રથના કરીશું.